પરમાણુ કરાર, શું છે તકરાર ?
અમેરીકા અને ભારત વચ્ચે થનાર સુચિત અણુ કરારને કારણે મનમોહન સરકાર બરાબરની ભીંસમાં મુકાય ગઇ છે. યુ.પી.એ સરકારને ટેકો આપી રહેલા ડાબેરી પક્ષો શુરુઆતથી અણુકરારની(અમેરીકા) વિરુધ્ધ છે જેના કારણે ડાબેરી પક્ષો એ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. ડાબેરીઓએ કરારની વિરુધ્ધ ટેકો ખેચી લીધો, હંમેશાથી કોંગ્રેસનો રાજકીય વિરોધી સમાજવાદી પક્ષે સરકારને સમર્થન આપ્યું, બીજેપીએ નીવેદન બહાર પાડયુ કે સરકાર લઘુમતિમાં મુકાય ગઇ છે, વિરોધીઓનો સુર મોટો થતો ગયો; સરકાર લોકસભામાં વિશ્વાસનો મત મેળવે. આવી મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ગડમથલનો હવે અંત આવી ગયો હોય એમ લાગી રહયુ છે. હાલની પરીસ્થિતીમાં તો સરકારના માથે તલવાર લટકી રહી છે, આટલી બધી મડાગાંઠનું મુળ અણુકરાર શું છે એ સામાન્ય પ્રજાની જાણની બહાર છે. તો શું છે કરાર? શું છે તકરાર ? જાણીએ પરમાણુ કી પાઠશાલામાં...
- વડાપ્રધાન મનમોહન સિંહ જુલાઇ ૨૦૦૫માં જ્યારે વોશિંગ્ટન ગયા ત્યારે ભારત-અમેરિકા વચ્ચે અણુકરારની ચર્ચા-વિચારણા શરૂ થઈ, ત્યાર બાદ માર્ચ ૨૦૦૬માં અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશ ભારત આવ્યા ત્યારે ૧૯૫૪ના કાયદાની કલમ ૧૨૩ના અન્વયે ભારતને અણુતંત્રજ્ઞાન અને અણુસામગ્રી આપવા અંગે સમજુતી કરવામાં આવી. આ લાંબી વાતાઘાટો પછી જે કરારનામું તૈયાર કરાયું એ ૨૦૦૭માં પ્રસિધ્ધ કરાયું.
- અમેરિકાએ જાપાન પર ૧૯૪૪માં બે અણુબૉમ્બ નાખ્યા હતા ત્યાર પછી અમેરિકાએ ૧૯૪૫ અણુઊર્જા નિયંત્રણ કાયદો ઘડ્યો કે જે દેશ અણુશક્તિનો વપરાશ શાંતિમય રીતે અને વિકાસ માટે કરવાની બાંયધરી આપે એને અણુઊર્જાના વપરાશ માટે સામગ્રી અને જાણકારી અમેરિકા આપશે. આ જોગવાઇ ૧૨૩મી કલમમાં રાખવામાં આવી છે. અમેરિકા એ ખાતરી કરી લે છે કે અમેરિકન સામગ્રી અને તંત્રજ્ઞાનનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે ન થાય. અત્યાર સુધી આ કરાર ૨૫ દેશ જોડે અમેરિકાએ કરેલા છે જેમાં જાપાન, ચીન, રશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.
- આમતો અમેરિકાનો ઈરાદો સારો છે પણ આ કરારનો પોતાના પક્ષે અમલ કરવા હેન્રી હાઈડે રજુ કરેલો કાયદો જે અમેરિકન સંસદમાં પાસ થયો છે જેમાં બે શરતો છે જેમાંની એક તો ભારતના અણુઊર્જા લશ્કરી વિકાસ પર અંકુશ રાખવો પડે જેથી ભારત અણુબૉમ્બ ન બનાવી શકે અને બીજુ ભારતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકાને સહકાર આપવો પડશે. આ સમજુતી જોડાજોડ ભારત-અમેરિકા વચ્ચે લશ્કરી સામગ્રી, તાલીમ અને કવાયતની બાબતમાં બન્ને દેશ અરસપરસ સહકાર આપશે એવી સમજુતી પણ કરવામાં આવી છે. અમેરિકા જેવા મુડીવાદી દેશને સહકાર આપવો પડે એવા કરાર માટે ડાએરી પક્ષો અણુઊર્જા સમજુતીનો વિરોધ કરી રહ્યા છે.
- આ બન્ને કલમના કારણે દેશની આઝાદી અને સલામતી જોખમમાં મુકાય એમ છે, એવા વિરોધના કારણે ભારત સરકારે અમેરિકાને સ્પષ્ટ રીતે જણાવ્યુ છે કે આ બન્ને શરત સંપુર્ણ રીતે અસ્વીકાર્ય છે. સામે ભારતનો વિરોધ સ્વીકારી બુશે ચોખવટ કરી કે આ બંને કલમ બંધનકર્તા નથી, પરંતુ માર્ગર્શન કારક છે અને અમેરિકન સરકાર હર હંમેશને માટે આ બન્ને કલમ લાગુ પાડતા પહેલા ભારતની સલામતી અને સંરક્ષણની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવશે, આવી ખાતરી મળ્યા બાદ આપણા વડાપ્રધાને જાહેર કર્યુ કે અમેરિકાના કાયદા અમેરિકાને લાગુ પડે છે, પણ ભારતને એનાથી બાંધી શકાય નહીં.
- ઘણી વખત એ પ્રશ્ન થતો હોય છે કે શું છે એ સમજુતી? ભારત સરકાર લશ્કરી અને બિન-લશ્કરી અણુકેન્દ્રો અલગ પાડશે અને લશ્કરી કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સંઘ એમાં દખલઅંદાજ કરી શકે નહીં. એટલે કે, આપણા લશ્કરી કેન્દ્રોમાં અમેરિકાનું ઇંધણ વાપરી શકાય નહીં અને બિન-લશ્કરી અણુકેન્દ્રોમાં વપરાતાં ઈંધણનો દુરુપયોગ કરીને ભારત અણુબૉમ્બ ન બનાવે એ માટે સંઘને કેન્દ્રોની ચકાસણી કરવાની સત્તા મળવી જોઇએ. સંઘની એવી માંગણી પણ છે કે ચકાસણી ગમે ત્યારે થઇ શકે, જ્યારે ભારતનો એવો આગ્રહ છે કે ચકાસણીનો સમય અને સ્થાન અમારા કહ્યા મુજબના હોવા જોઇએ. ભલેને અચાનક ચકાસણી કરતા આપણે ક્યાં ચોરી કરવી છે તે ચિંતા. સાથે ભારતનો એવો પણ આગ્રહ છે કે જાપાનની જેમ અણુબળતણ ફરી ફરીને (Automatic reproccessing) વાપરવાનો અબાધિત હક્ક આપણને પણ મળવો જોઇએ.
- જો આ કરાર કરવામાં આવે તો અમેરિકા આપણને ઈંધણ, ફરી ફરીને વાપરી શકાય એવું તંત્રજ્ઞાન પુરુ પાડશે, સાથેજ કારખાના ઊભા કરવા માટે ૧૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ બિલિયનન) ડોલરનું મુડીરોકાણ કરશે. આ અણુઊર્જામાંથી ભારત વીજળી બનાવે તો અત્યાર કરતા પાંચ ઘણી વીજળી પેદા આપણે કરી શકીએ છીએ. જેના કારણે ઉધોગો, ખેતી માટે જરૂરિ વીજળી મળી રેહશે, આર્થિક ઉન્નતિ પણ ઝડપભેર થઇ, દેશમાંથી ગરીબી દુર કરવાના પુરતા સાધનો મળી રેહશે. અણુઊર્જા મબલક પ્રમાણમાં મળી જાય તો પેટ્રોલ, ગેસ માટે પરદેશી આયાતની જરૂર ઓછી થઇ જશે. આ કરાર ૪૦ વર્ષ માટે કરવામાં આવશે જે એક વર્ષની નોટિસ અને બન્ને પક્ષ વચ્ચે સમજુતી બાદ જ રદ થઇ શકે.
- આ કરાર એટલા માટે પણ મહત્વનો થઇ જાય છે કે ઊર્જા માટે જરૂરી યુરેનિયમ આપણી પાસે માત્ર ૧% જેટલુ જ છે, માટે બીજા પર આધાર રાખ્યા વિના ચાલવાનું નથી. આપણા પાસે થોરિયમ છે, દુનિયામાં ૨૪% જેટલુ થોરિયમ આપણા પાસે છે પરંતુ એમાંથી ઊર્જા પ્રાપ્ત કરવુ અઘરું છે અને જ્યા સુધી આતરરાષ્ટ્રીય અંકુશ ભારત સ્વીકારે નહીં ત્યા સુધી બીજો કોઇ દેશ આપણને ઈંધણ કે તંત્રજ્ઞાનની જાણકારી આપવા તૈયાર નથી. એટકા માટે કરાર કર્યા સિવાય કોઇ છુટકો નથી.
- આ કરાર ભારતને ખરેખર લાભદાઇ છે. હાલના એનર્જી કમિશનના અધ્યક્ષ અનિલ કાકોડકરે તો એમ કહ્યુ હતુ કે "જો કરાર નહી થાય તો દેશનો ઈતિહાસ ક્યારેય માફ નહી કરે". માજી અધ્યક્ષ સુબ્રમણ્યમ તેમજ અન્ય અણુવિજ્ઞાનશાસ્ત્રીઓ પણ આ કરારના પક્ષમાં છે, એટલુ જ નહી, આપણા ભુતપુર્વ રાષ્ટ્ર્પતિ અને વિખ્યાત અણુવિજ્ઞાની ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે પણ આ કરારને દેશના હિતમાં અને દેશ માટે અત્યંત લાભ દાયક છે એવો મત જાહેરમાં પ્રગટ કર્યો છે.
હવે આટલા ફાયદા થતા હોય અને નુકસાન કશુંજ ન હોય તો આટલો બધો વિરોધ શા માટે. ભુતપુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી જ્યારે ટેક્નોલોજી અને કમ્પ્યુટર યુગની શરૂઆત કરવા માટે મક્કમ હતા ત્યારે એમનો પણ આટલો જ વિરોધ થયો હતો. પણ એના ફાયદા અત્યારે જોઇ શકાય છે. એમ પરમાણુ કરારને માટે ભલે આટલો બધો વિરોધ થતો હોય પણ અત્યારે આપણને સ્વ.રાજીવ ગાંધીની જેટલી ખોટ પડી રહી એટલી જ ખોટ આવનાર પેઢીને મનમિહન સિંહની પડશે એ નિશ્ચીત છે.
2 comments:
સ્થાપિત હિતો સાથે આવો વિવાદ ચાલ્યા જ કરે છે!
જો ભારતના પહેલા વડાપ્રધાને, સ્થાપિત હીતોનું માની આઈ.આઈ.ટીની કોલેજો શરુ જ ન કરી હોત તો...
pramanu kararni vigat var jankari aapva badal aabhar.
Post a Comment