Showing posts with label વૈચારિક. Show all posts
Showing posts with label વૈચારિક. Show all posts

30.4.08

સંસદ ગૃહ જોઈ ભ્રમ ભાંગ્યો!

ભારત દેશ બીનસાંપ્રદાયીક લોકશાહીની મીશાલ છે, જે દેશના રાષ્ટ્રપતિ મુસ્લિમ હોય, દેશના પ્રધાનમંત્રી શીખ હોય અને દેશના સત્તાધારી પક્ષના વડા ઈસાઈ હોય, એ દેશ સાચા અર્થમાં આદર્શ લોકશાહીની નીશાની છે.

ઉપરોક્ત વાત અમેરીકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ જ્યારે ભારતનાં પ્રવાસે આવ્યા ત્યારે કહી હતી. આ જાણી મને ખુબ આનંદ થયો કે હું પણ આજ દેશનો નાગરીક છું, જેવો આનંદ અવાર-નવાર દેશ માટે થયા કરે છે અને થોડું દુઃખ પણ થયુ હતુ કે એક વીદેશી દ્રારા મને આ વાત ખબર પડી.

હાલમાં જ દિલ્લી જવાનું થયું, કામની વ્યસ્તતામાંથી સમય કાઢી ભારતની લોકશાહીનું મંદિર સંસદ ગૃહ જોવા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, ટી.વી પર જોઈ સંસદ ગૃહ માટે વિચારોના ઘોડા ખુબ દોડાવ્યા હતા, એકઅબજ ની વસતી ધરાવતા દેશમાં માત્ર 545 સાંસદ હોય છે જે અસામાન્ય વાત છે, સમસ્યાથી ભરપુર દેશ પર રાજ કરનારાઓ માટે મારા મનમાં મુંઠી ઉંચેરુ સ્થાન હતું, હંમેશા વિચારતો કે સાંસદો પાછળ પ્રજાના અઢળક નાણાં વપરાય છે, એમની સગવડ , એમની સલામતી સરકાર માટે ખુબજ મહત્વ ધરાવે છે, ખુબજ મોટા વિસ્તારનું પ્રતિનિધીત્વ કરતા સાંસદો ખરેખર કઈક વિશેષતા સભર હશે, સાંસદ ગૃહમાં પોતાના વિસ્તાર- દેશ માટે ખુબ ગંભીર હશે, સંસદ ગૃહમાં સાર્થક ચર્ચા પર સાંસદો દેશના હીતમાં પોતાનો પક્ષ રાખી કર્તવ્ય પાલન કરતા હશે પરંતુ આ બધા વિચારો ભ્રમ સાબીત થયા.

પહેલી વખત સંસદ જોવા ગયો ત્યારે પ્રાંતવાદનાં મુદ્દા પર સંસદમાં સાંસદોએ ધમાલ કરી અને સંસદની કાર્યવાહી બંધ કરવાનો વખત આવ્યો અને બીજી વખત એક આશા હતી કે મોંઘવારીના મુદ્દે સાર્થક ચર્ચા જોવા મળશે પરંતુ બુંદેલખંડના મુદ્દે સાંસદોએ ધમાલ કરી, એમની માંગણી હતી કે બુંદેલખંડ પર બોલવા માટે અમને સમય આપો, અધ્યક્ષ સોમનાથ ચેટર્જી એ સાંસદો ને વિનંતી પણ કરી કે પ્રશ્નકાળ પછી બોલવાનો સમય આપીશું પણ હાલમાં સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં સહયોગ આપો પરંતુ એ દીવસે સંસદ નહી ચાલવા દેનાર સાંસદો એ સાબીત કર્યુ કે એમને વધારે રસ હંગામો કરી મીડીયાનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં હતુ, મોંઘવારી જેવા ગંભીર અને સામાન્ય માણસથી જોડાયેલા મુદ્દા પર ચર્ચામાં ભાગ લેનાર સાંસદ આંગળીના વેઢે ગણાય તેટલા હતા.

મારા સ્મરણમાં છે, સંસદ ગૃહના અધ્યક્ષ હોવાનુ સોમનાથ ચેટર્જીને દુઃખ થયુ એની પાછળનું કારણ પણ સાંસદો જ હતા, સાંસદોની ગેરવર્તણુકથી વ્યથીત થઈ અધ્યક્ષની આંખો ભીની થઈ ગઈ હતી છતા પણ સાંસદોના ચહેરા પર શરમનો છાંટો નહોતો દેખાતો, એક વખત આવી જ ઘટનાના કારણે અધ્યક્ષે સાંસદો ને ઠપકો આપતા કહ્યુ હતુ કે તમે જ લોકશાહીની હત્યા કરી રહ્યા છો, સાંસદો એટલી હદે હોબાડો મચવી દે છે કે હાલમાં જ અધ્યક્ષને ગૃહ ની લાઈટો અને રેકોર્ડીંગ પણ બંધ કરાવવાની ફરજ પડી હતી, વંઠી ગયેલા બાળકો જેવા સાંસદોના વ્યવહારના કારણે સોમનાથ ચેટર્જીમાં એક કરૂણ, હારી ગયેલ બાપની છબી જોવા મળે છે જે હંમેશા લોકશાહીના મંદીર સમા સદનની પવીત્રતા ટકાવી રાખવા ઝઝુમતા રહે છે

પક્ષ પ્રેરીત કે પ્રસીધ્ધીના કારણે વીરોધ કરી સંસદની કાર્યવાહી બંધ થતા ઘણી વખત જોઈ છે, એમ નથી કે હંમેશા આમ જ બને છે ઘણી વખત દેશનાં હીતમાં સાર્થક ચર્ચા થતા પણ જોઈ છે, પોતાના વીસ્તારની સમસ્યા માટે લડતા સાંસદોને પણ જોયા છે, સરકારને વિચારતી કરી દે એવો વિરોધ પક્ષનો વિરોધ પણ જોયો છે અને ઘણા મુદ્દા પર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષનો એક સુર પણ જોયો છે. પરંતુ વ્યક્તિગત કે જાતીવાદ, પ્રાંતવાદ કે પક્ષવાદથી પ્રેરીત વિરોધના કારણે સંસદ ગૃહ બંધ રહે એ શરમની વાત છે, લોકશાહીમાં દરેકને વીરોધ કરવાનો હક્ક હોય છે પરતું માત્ર લોકોના હીતમાં.

આપણા પ્રધાનમંત્રી મનમોહન સિંહને એક પત્રકારે પુછેલુ કે રાત્રે આરામથી ઓશીકા ઉપર માથું મુકી સુતા પહેલા કઈ ચીંતા સતાવે છે? એમણે જવાબમાં કહ્યુ હતુ કે એક અબજની વસ્તી ધરાવતા દેશનાં પ્રધાનમંત્રી હોવું એજ એટલો ચીંતાનો વિષય છે કે આરામથી ઓશીકા પર માથું મુકી સુઈ જ નથી સકાતુ, આવા આદર્શ વ્યક્તિત્વ ના કરણે જ વિશ્વાસ ટકી રહયો છે. ઘણા સાંસદો છે જે ખરેખર અપવાદ છે, દેશ અને લોકોને લઈને ચીંતીત છે જેઓના કારણે જ આપણે નીશ્ચીંત છીએ.

સંસદ ગૃહની બહાર નીકળતા એવા સાંસદો વિશે વીચાર આવ્યો કે જેઓ આખી દુનીયાની પંચાતો કરતા હોય છે, મોકો મળતા હંગામો કરી દે છે પરંતુ ગંભીર વિષય ની ચર્ચા વખતે સદનમાં ગેરહાજર રહે છે, આવા સાંસદોની હરકતો પર પ્રજા ખરેખર ધ્યાન આપશે તો ભારતની આવતીકાલ ઉજળી છે.

24.3.08

ભારતીય હોકીઃ ચક દે! કબીર ખાન


(રવીવાર સારો રહ્યો એ માટે સોની ટીવીનો આભાર, ઘણા સમયથી ચક દે! ઈન્ડીયા જોવુ હતુ ઘરે બેઠા જોવા મળ્યુ. ઝકાસ મુવી બનાવ્યુ છે, ચક દે! ટીમ ને અભિનંદન.)

ભારતીય હોકી ટીમને પણ એક કબીર ખાનની જરૂર છે, ભારતની રાષ્ટ્રીય રમતનો દરજ્જો મેળવેલ હોકી આવનાર ઓગષ્ટ મહીનામા યોજાનાર ઓલોમ્પીક માંથી ડીસક્વોલીફાઈડ થઈ ગઈ એ ખુબજ દુઃખદ વાત છે, પરંતુ એનાથી દુઃખદ વાત ઘણા ભારતીયો આનાથી પરિચીત નથી. આજ કાલ ભારતમા વધતી જતી ક્રિકેટની લોકપ્રીયતા અને હોકીની થતી અવગણના જોતા તો એમજ લાગે છે કે આવનાર દિવસો મા ક્રિકેટને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળી જશે, મારે ક્રિકેટને લઈને કઈ વિરોધ નથી પરંતુ હોકીને માટે પ્રેમ ચોક્કસ છે, ભારતમા ક્રિકેટરોને જેટલુ માન સમ્માન મળે છે એનાથી અડધુ પણ હોકીના ખેલાડીઓ ને નથી મળતુ, ક્રિકેટરોને માન મળે તેઓ લાયક પણ છે, પરંતુ હોકીના ખેલાડીઓ સાથે થતુ અડખામણું ર્વતન આંખમા કણની જેમ ખુચે છે, ભારતમા હોકીના ગ્રાઊન્ડની કમી, ખેલાડીઓને મળવા પાત્ર સુવિધાઓની કમી, ક્રિકેટ ટીમ જીતીને આવે તો લાખો રૂપિયાની લ્હાણી અને હોકી ટીમ ને ?

ભારતમા ક્રિકેટની લોકપ્રીયતા એ જનતાનો વિષય છે, હોકી જોવી ના પણ ગમે. પરંતુ સરકાર તો પોતાની જવાબદારીથી મોઢુ ના ફેરવી શકેને ? ક્રિકેટની સામાન્ય બાબત પણ સરકારની ચિંતાનો વિષય બની જાય છે અને હોકી ઓલોમ્પીક માંથી ડીસક્વોલીફાઈડ થઈ તો પણ એના કારણો તપાસવની કોઈને દરકાર છે ? ઊપરથી નેતાઓ રાજકીય આક્ષેપબાજી માંથી બહાર નથી આવતા, ગીલે રાજીનામુ આપવુ જોઈએ, ખેલ મંત્રી જવાબદાર છે...ભારતની રાષ્ટ્રીય રમતની લાજ બચાવવી હશે તો કાંતો એક ખેલપ્રીય સરકારની જરૂર છે કાંતો એક કબીર ખાનની, મળ્યું તો ચક દે! ઈન્ડીયા, નહીતો હોકી ને અંધકારમાં ધકેલાતી બચાવવી મુશકેલ છે.

23.3.08

માચૅ એન્ડીંગની મથામણ

જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે, તેમ તેમ દરેક વગૅના લોકોના ચેહરા પર ચિંતાની રેખાઓ ઉપસતી જાય છે જયા જુવો ત્યાં એકજ વાત સાંભળવા મળે છે જવા દેને ભાઈ માચૅ એન્ડીંગ ચાલે છે ! કોઈને અમસ્તુ પુછીયે કેમ ભાઈ દેખાતો નથી,જવાબ મળે માચૅ એન્ડીંગ ચાલે છે થોડો કામમા વ્યસત છુ, અને ભુલે ચુકે કોઈ શેર બજાર સાથે સંકળાયેલો વ્યક્તિ મળે અને ભુલ થી પુછઈ જાય બજાર ના શું હાલ છે તો વિલા મોઢે જવાબ મળે આ માચૅ એન્ડીંગે બજારની હાલત બગાડી નાખી છે. માચૅ એન્ડીંગની લોકપ્રીયતા અને લોકોના ચેહરા પર દેખાતી ચીંતાએ જ મને આ લખવા મજબુર કયૉ છે...

નાણાંકીય વષૅ પુરુ થવાનુ હોય માચૅ એન્ડીંગની સૌથી મોટી ચીંતા નાણા પ્રધાનને બજેટ માટે હોય, સરકારી કચેરીઓમાં ગ્રાંટ પાછી જમા ન થવાની ચીંતા, બેંકમાં લોન ના મળે અને લીધેલી ભરપાઈ કરવી પડે, વિધાથીને પરીક્ષાની ચીંતા, વ્યાપારી વાષીક લેવડ દેવડ પુરી કરવા ઓટલા તોડે, સરકારી ઈજારદરો ને કામ પુરુ કરી પેમેન્ટ લેવાની ચીંતા, મલેતુજારોને ઈનકમ ટેક્સ સરભર કરવાની ચીંતા અને મધ્યમ વૅગીય પરીવાર ને દેવું ચુકવવાની ચીંતા આ બધી બાબત માનવામાં આવે પરંતુ માચૅ એન્ડીગના ધસમસતા પ્રવાહમાં ઘણીં વાતો એવી તણાઈ આવે છે કે જે માનવામાંજ ના આવે.

ખરેખર માચૅ એન્ડીગ થોડા સમય માટે ખચૅ ટાળવાનું શ્રેષ્ટ સાધન છે મોટે ભાગના પરીવારો મા માંગણીઓ પર લગામ લગાવવા માચૅ એન્ડીગ નો સહારો લેવાતો હશે, દીકરાને કપડા જોઈયે કે પત્નીને મેકપ બોક્ષ, માચૅ એન્ડીગને ઢાલ બનાવી દેવાય. ઘણા પરીવારોમાં દીકરીના લગ્ન પણ માચૅ પછી લેવાતા હોય છે. હમણાં સલુનમા બેઠો હતો સલુનના માલીક સાજીદ ભાઈએ એમના માનીતા ગ્રાહકને ક્હયું ભાઈ તમારુ મંગાવેલું સ્પ્રે આવી ગયુ છે લઈ જજો સામે જવાબ મળ્યો હમણા પૈસા નથી પછી રાખોને, રોજીંદા ગ્રાહક ને ખુબ ઈજ્જત બક્ષી પૈસા ક્યાં માંગ્યા છે સાહેબ લઈ જાવને , તો ગ્રાહકે એવી વાત કરી કે બેઠેલા તમામ આશ્રચ્યૅ ચકીત થઈ ગયા, હાલમાં થોભી જાને માચૅ એન્ડીગ છે. જો માચૅ મહીનામા આટલી તકલીફો હોય તો બહુ થયુ માચૅ એન્ડીગ જલદી એપ્રીલ આવે, બધાને એપ્રીલ ફુલ બનાવી માચૅ એન્ડીગની ચીંતાને જાકરો આપીયે.

મને નથી ખબર કે માચૅ એન્ડીગ કોને ક્યાં અસર પહોચાડે છે પણ માચૅ એન્ડીંગથી પીડાતા તમામ લોકોને આ અપૅણ.