Showing posts with label રાજકીય. Show all posts
Showing posts with label રાજકીય. Show all posts

30.11.08

આતંકવાદ અને રાજકારણીઓથી ભગવાન બચાવે.

આતંકવાદ પર રાજકારણ અને નાગરીકોની ઉદાસીનતા ક્યાં સુધી?

૨૬/૧૧ના રોજ બોમ્બે પર થયેલા હુમલાને માત્ર બોમ્બે પર હુમલો કહેવા કરતા આખા દેશ પરનો આતંકવાદી હુમલો કહેવું વધારે યોગ્ય લાગશે. દેશ આખાએ જ્યારે એક થવાનો સમય છે ત્યારે આપણા નેતાઓ છીછરુ રાજકારણ રમવામાંથી ઉંચા નથી આવતા. અમેરિકા, બ્રીટન, ઇઝરાઇલ, જર્મની જેવા દેશોએ પણ આંતંકવાદનો સામનો કર્યો છે પરંતુ ત્યાંના રાજકારણીઓ દ્વારા ક્યારેય આતંકવાદ પર રાજનિતિ નથી થઇ. આમતો ભારતની કમનસીબી જ સમજવી કે ભાજપ જેવો પક્ષ આપણા દેશમાં છે, ભાજપના તમામ નેતાઓને મન દેશ કરતા પોતાનું રાજકારણ, આતંકવાદી હુમલા કરતા વોટ બેંક અને જાંબાજ સૈનિકો કરતા સાધવી વધારે વ્હાલા છે.દેશ જ્યારે નાજુક પરિસ્થિતીમાંથી પસાર થતો હોઇ ત્યારે દેશના નેતાઓ દેશને એક તાંતણે બાંધવાને બદલે છીછરુ રાજકારણ રમે એ કેટલા અંશે ચલાવી લેવાય?

શહિદોને શ્રદ્ધાંજલી...

શાંત અને મૃદુ સ્વભાવ ધરાવતા અને જેના ચેહરા પર જ સજ્જનતા છલકાતી હતી અને છતા પણ બહાદુરી જેમની આદત હતી એવા એ.ટી.એસ પ્રમુખ હેમંત કરખરેએ આપણી સુરક્ષા માટે પોતાની જરાપણ ચીંતા કર્યા વગર જે શહાદત વ્હોરી છે એ માટે દેશ આખો એમને ક્યારેય ભુલી શકે એમ નથી હેમંત કરખરેની બેચના એક આઇ.પી.એસ જોડે જાંબાજની વાત થતા અધિકારી ભીંની આખે એટલુ બોલી અટકી જાય છે અમે એક સજ્જન મિત્ર અને દેશે એક જાબાજ અધિકારી ગુમાવ્યો. અને બોમ્બેના આસીસ્ટન્ટ પોલીસ કમીશ્નર અશોક આપ્ટે જેમણે પરીક્ષા ટાણે માંગવામાં આવાતી ત્રણ પસંદગીમાં તામામ પસંદગી આઇ.પી.એસ પર ઉતારી હતી. દેશના દુશ્મનો સામે લડવા માટે દ્રઢ નિશ્ચય કરી લીધો હતો, બોમ્બેના પહેલા ભારતીય પોલીસ કમિશ્નરના પૌત્રએ દાદાના આદર્શો પાડી દેશ માટે જાન ન્યોચ્છાવર કરી દીધી આ સાથે દેશ પર થયેલા આતંકવાદી હુમલામાં આપણી સુરક્ષા ખાતર પોતાના જીવનનું બલીદાન આપનાર તમામ શહીદોને દેશ સલામ કરે છે આવા જાંબાજોને દેશવાસીઓ ક્યારેય ભુલી શકે એમનથી.



એક તરફ આપણા જાંબાજ સૈનિકો દેશ માટે પોતાની જરાએ ચિંતા કર્યા વગર આતંકવાદીઓનો સામનો કરતા હતા ત્યારે આપણા દેશનાં કહેવાતા મહાન નેતાઓ રાજકારણ કરી પોતાની મહાનતામાં વધારો કરતા હોઇ એમ સમજી રાજરમતો રમવામાં વ્યસ્ત હતા. મહારાષ્ટ્રનાં મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખની વિનંતી સ્વીકરી ભારતનાં વડા પ્રધાન મનમોહન સિંહ ઘટના સ્થળે જવાનું ટાળી દવાખાનામાં ઘાયલોની મુલાકાત લઇ રવાના થઇ ગયા પરંતુ આતંકવાદ સામે હમેશા સૈનિકોથી વધારે બાથ ઝીલતા હોય એવા ભ્રમમાં રાચતા ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પોતાની બાહ્દુરી બતાવવા બોમ્બે પહોંચી ગયા. ત્યાં જઇ ઘાયલોના ખબર અંતર પુછયા હોત તો સમજ્યા પરંતુ જેને રાજકારણ જ રમવૂ હોઇ તેને શરમ કે સંકોચ ક્યાંથી નડે ? જ્યારે તાજ અને ઓબેરોયમાં આતંકવાદીઓ સાથે મુઠ્ભેડ ચાલુ હ્તી ત્યારે મહારાષ્ટ્નાં મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખે નરેન્દ્ર મોદીને વિનંતી કરી હ્તી કે હાલમાં આપ ઘટના સ્થળે ન જાવ તો શારૂ છે પરંતુ રાજકીય શાણપણના અભાવે નરેન્દ્ર મોદી ઘટના સ્થળે ગયા પણ ખરા અને હલકી કક્ષાનું રાજકારણ પણ રમ્યા. આખી ઘટના દરમિયાન તાજમાં ફસાયેલા એક નાગરીકને મીડીયાએ પુછયુ કે તમે કંઇક કેહવા માંગો છો તો જવાબમાં એણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અહિંયા આવી રાજકીય રોટલી શેકે છે એ બાબત મને આતંકવાદી હુમલા જેટલી જ ગંભીર લાગી ખાસ કરી ને ત્યારે કે હુંએ તાજમાં આખી ઘટના નજર સમક્ષ નિહાળી છે. નરેન્દ્ર મોદી બોમ્બે જઇ મહારાષ્ટ્ર સરકારને એક કરોડની મદદ આપવાની જાહેરાત કરે છે, વડાપ્રધાન અને કોંગ્રેસ સરકાર આતંકવાદ સામે લડવામાં નીષ્ફ્ળ રહી હોવાના મિડિયા સામે ભાષણો કરે છે, શું આવા સમયમાં આ જરૂરી છે ? જો નરેન્દ્ર મોદી ખરેખર ભારતમાં આતંકવાદી હુમલાથી વ્યથીત હોત તો કર્ણાટક અને રાજસ્થાનમાં પણ ગયા હોત અને ત્યાંની સરકારને પણ મદદ કરી હોત પરંતુ મુળ મુદ્દો આતંકવાદનો નથી, મુદ્દો મહારષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે એનો છે, મહારાષ્ટ્ર સરકારને એક કરોડની મદદ આપવાની જરૂર છે? કે આસ્વાસન આપવાની?આવા સમયે તો માત્ર દેશ માટે વિચારવુ પડે, સંસદ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે સોનીયા ગાંધીએ કહ્યું હતુ કે અમે સરકારની સાથે છે. અરે દેશની એકતાની કે દેશના સમ્માનની વાત આવે ત્યારે વિરિધીઓને પણ નીખાલસતાથી સાથ આપવો જોઇએ, નરેન્દ્ર મોદીને અમેરીકાએ વિઝા આપવાની ના પાડી ત્યારે આ જ કોંગ્રેસ અને આ જ વડાપ્રધાને અમેરિકાની આલોચના કરી નરેન્દ્ર મોદીને સાથ આપ્યો હતો તો નરેન્દ્ર મોદીમાં એટ્લી રાજકીય સુઝ નથી કે આતો વિઝાથી ઘણી ગંભીર બાબત છે. નેતાઓના પગાર વધારામાં વિરોધ કરશો તો સારા દેખાશો, આવા વિકટ સમયમાં કોંગ્રેસની સાથે નહીં પણ દેશની સાથે તો રહેવું પડ ને.


ભાજપના નેતા હંમેશા બે મોઢાની વાતો કરે છે, અડવાણી સહિત તમામ નેતા અત્યાર સુધી સાધવી પ્રજ્ઞા ઠાકુરનો પક્ષ લઇ એ.ટી.એસને કોસતા હતા, એ.ટી.એસ પ્રમુખ હેમંત કરખરે શહિદ થયા ત્યાં સુધી સાધવીની સાથે પોતાની વોટબેંક બચાવવાની ચીંતામાં એ.ટી.એસની આલોચના કરવાનો મોકો ભાજપે ક્યારેય નથી છોળ્યો, અરે ભાજપના નેતા વિજય મલ્હોત્રાએતો ભાજપ વતી એવી માંગણી પણ કરી હતી કે સાધવી પર ખોટા આરોપો લગાવનાર હેમંત કરખરેનો નાર્કો ટેસ્ટ થવો જોઇએ, ખરેખર જોઇએતો હેમંત કરખરેએ દેશ માટે શહાદત વ્હોરી આવા તમામ નેતાઓના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે. અને આજ ભાજપે કરખરેએ શહિદી વ્હોરતાની સાથે જ્ હેમંત કરખરેના પરિવારને મદદની જાહેરાતો કરવા લાગી. હંમેશા આતંકવાદ સામે લડવા માટે એક થવાની જરૂર છે એવી વાતો કરતું ભાજપ અન્ય રાજ્યોની ચુંટણી દરમ્યાન પેપરોમાં જાહેરાતો આપે છે કે કોંગ્રેસ આતંકવાદને અટકાવી શકે એમ નથી માટે ભાજપને વોટ આપો. (આ જાહેરાતો છપાયછે ત્યારે બોમ્બેમાં આતંકવાદીઓ સામે આપણા જવાનો લડતા હતા). બોમ્બે ઘટના સમયે વડાપ્રધાન મનમોહન સિંહે અડવાણીને કહ્યું કે આપણે બોમ્બે સાથે જઇએ, તો પોતાની રાજકીય કારકિર્દી જાણે જોખમમાં મુકાય જવાની હોય એમ વડાપ્રધાનથી પહેલા બોમ્બે પહોચી ગયા અને ત્યાં પોતાનો રાજકીય અખાડો શરૂ કરી દીધો. આનાથી નક્કી કરવાનું છે કે ભાજપને વોટની ચીંતા છે કે દેશની?

આમાં કોંગ્રેસ પણ કંઇ વખણવા લાયક નથી, ભારતમાં અવારનવાર આતંકવાદી હૂમલા થાય છે અને હંમેશા ગૃહ મંત્રી શિવરાજ પાટીલઘટના સ્થળે આવી એકની એક વાત વારંવાર કરે છે અમારી એજન્સી તપાસ કરી રહી છે, આતંકવાદીઓ સામે કડક પગલા લેવામાં આવશે પરંતુ આવા આશ્વાસન હજુ ભુલાયા નથી હોતા ત્યાં તો વધુ એક આતંકવાદી હુમલો થઇ જાય છે, એક કાર્યક્રમમાં ભારતની પ્રથમ મહિલા આઇ.પી.એસ કીરણ બેદી એવુ સુચન આપે છે કે જો દેશમાં આતંકવાદ પર લગામ લગાવવી હશે તો હાલના ભારતના ગૃહ મંત્રીને બદલ્યા બાદ જ કોઇ નિર્ણય લેવો હિતાવહ ગણાશે અને તો જ કોઇ પણ વિષય પર મક્ક્મતાથી આગળ વધી શ્કાશે.(આ કામતો પાર પડી ગયુ)

બોમ્બેના આતંકવાદી હુમલા બાદ એક પ્રેસ કોન્ફરંસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન આર.આર.પાટીલને એવુ કેહતા પણ શરમ નથી આવતી કે બોમ્બે જેવા મોટા શહેરમાં આવી નાની નાની ઘટનાઓ તો થતી રહે છે એમના મતે આતંકવાદીઓ જે ઇચ્છતા હતા કે ૫૦૦૦ લોકોનો જીવ લેવો એવો બનાવ બન્યો હોત તો મોટી ઘટના મનાત.

આવામાં રાજકારણીઓને વખોળવાથી કંઇ થવાનુ નથી આપણે આપણી માનસીકતા બદલવાની જરૂર છે, આપણે-આપણા સમાજે આત્મમંથન અને આત્મચિંતન કરવાની જરૂર છે, આપણે કોઇ અજાણ્યા વ્યક્તિને ભારતનાં જ કોઇ વિસ્તારમાં મળીએ છીએ તો આપણે ગર્વથી પરિચય આપીએ છીએ કે હું ગુજરાતી છું કે હું મરાઠી છું, ગામમાં મળીએ છીએ તો પોતાની જાતીની ઓળખ આપવાનું પસંદ કરીએ છીએ, કોઇ સામાજીક પ્રસંગે મળીએ છીએ તો જ્ઞાતીથી પરીચય આપીએ છીએ...શા માટે ? હા, વિદેશમાં કોઇને મળવાનું થાય છે તો ચોક્ક્સ ભારતીય હોવાની ભાવના જાગી જાય છે, હું ભારતીય છું. જે ભાવના કાયમ રાખવી પડશે...કયારેય કોઇ અમેરિકીને પરીચય આપતા સાંભડ્યા હોય તો એ હંમેશા એમ જ કેહશે I am an American. આપણે પણ આવી દેશ ભાવના જગાડવી પડશે આપણા દ્વારા જ પાડવામાં આવેલા ફાટાઓને એક કરી દરેક સમાજ, દરેક નાગરીક વચ્ચેનું અંતર ઘટાળવુ પડશે અને દેશ માટે બધાએ સાથે બહાર આવવુ પડશે. નેતાઓને વખોળવા કરતા સારા નેતા આપવા પડશે. નેતાઓએ શું કરવુ, આપણા સમાજની શું જરૂરીયાત છે એ હવે આપણે આપણા નેતાઓને જણાવવું પડશે, ચુંટણી પેહલા રાજકીય પક્ષે નહી નાગરીકોએ ઘોષણા પત્ર બહાર પાડી વિશ્વાસ સાથે એને નીભાવી શકનાર સક્ષમ નેતાને જ દેશની સેવા કરવાની જવાબદારી સોંપવી પડશે. જો આપણે આપણા દેશ માટે, આપણા અધિકારો માટે, આપણી સુરક્ષા માટે જાગૃત નહીં રહિએ અને પછી સંકટ સમયે નેતાઓને કોષતા રહીશું તો એ આપણા સમાજની, આપણી કમજોરી કહેવાશે. હવે આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે.

(ઘણા સમયથી બ્લોગ પર કોઇ અપડેટ નહી આપવા બદલ માફી ચાહું છું, આમ તો બ્લોગ પર લખવા માટે મારા પર ઉદાસીનતા હાવી થય ગઇ હતી પરંતુ દેશ પર થયેલા આતંકવાદી હુમલાએ ફરી ચેતના પ્રગટાવી, હવેથી હંમેશા પ્રયત્નશીલ રહીશ કે નવા નવા વિષયો પર ચર્ચા માટે બ્લોગ થકી આપની મુલાકાત થતી રહે)

16.7.08

પરમાણુ કી પાઠશાલા...

પરમાણુ કરાર, શું છે તકરાર ?
મેરીકા અને ભારત વચ્ચે થનાર સુચિત અણુ કરારને કારણે મનમોહન સરકાર બરાબરની ભીંસમાં મુકાય ગઇ છે. યુ.પી.એ સરકારને ટેકો આપી રહેલા ડાબેરી પક્ષો શુરુઆતથી અણુકરારની(અમેરીકા) વિરુધ્ધ છે જેના કારણે ડાબેરી પક્ષો એ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. ડાબેરીઓએ કરારની વિરુધ્ધ ટેકો ખેચી લીધો, હંમેશાથી કોંગ્રેસનો રાજકીય વિરોધી સમાજવાદી પક્ષે સરકારને સમર્થન આપ્યું, બીજેપીએ નીવેદન બહાર પાડયુ કે સરકાર લઘુમતિમાં મુકાય ગઇ છે, વિરોધીઓનો સુર મોટો થતો ગયો; સરકાર લોકસભામાં વિશ્વાસનો મત મેળવે. આવી મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ગડમથલનો હવે અંત આવી ગયો હોય એમ લાગી રહયુ છે. હાલની પરીસ્થિતીમાં તો સરકારના માથે તલવાર લટકી રહી છે, આટલી બધી મડાગાંઠનું મુળ અણુકરાર શું છે એ સામાન્ય પ્રજાની જાણની બહાર છે. તો શું છે કરાર? શું છે તકરાર ? જાણીએ પરમાણુ કી પાઠશાલામાં...
  • વડાપ્રધાન મનમોહન સિંહ જુલાઇ ૨૦૦૫માં જ્યારે વોશિંગ્ટન ગયા ત્યારે ભારત-અમેરિકા વચ્ચે અણુકરારની ચર્ચા-વિચારણા શરૂ થઈ, ત્યાર બાદ માર્ચ ૨૦૦૬માં અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશ ભારત આવ્યા ત્યારે ૧૯૫૪ના કાયદાની કલમ ૧૨૩ના અન્વયે ભારતને અણુતંત્રજ્ઞાન અને અણુસામગ્રી આપવા અંગે સમજુતી કરવામાં આવી. આ લાંબી વાતાઘાટો પછી જે કરારનામું તૈયાર કરાયું એ ૨૦૦૭માં પ્રસિધ્ધ કરાયું.

  • અમેરિકાએ જાપાન પર ૧૯૪૪માં બે અણુબૉમ્બ નાખ્યા હતા ત્યાર પછી અમેરિકાએ ૧૯૪૫ અણુઊર્જા નિયંત્રણ કાયદો ઘડ્યો કે જે દેશ અણુશક્તિનો વપરાશ શાંતિમય રીતે અને વિકાસ માટે કરવાની બાંયધરી આપે એને અણુઊર્જાના વપરાશ માટે સામગ્રી અને જાણકારી અમેરિકા આપશે. આ જોગવાઇ ૧૨૩મી કલમમાં રાખવામાં આવી છે. અમેરિકા એ ખાતરી કરી લે છે કે અમેરિકન સામગ્રી અને તંત્રજ્ઞાનનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે ન થાય. અત્યાર સુધી આ કરાર ૨૫ દેશ જોડે અમેરિકાએ કરેલા છે જેમાં જાપાન, ચીન, રશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.

  • આમતો અમેરિકાનો ઈરાદો સારો છે પણ આ કરારનો પોતાના પક્ષે અમલ કરવા હેન્રી હાઈડે રજુ કરેલો કાયદો જે અમેરિકન સંસદમાં પાસ થયો છે જેમાં બે શરતો છે જેમાંની એક તો ભારતના અણુઊર્જા લશ્કરી વિકાસ પર અંકુશ રાખવો પડે જેથી ભારત અણુબૉમ્બ ન બનાવી શકે અને બીજુ ભારતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકાને સહકાર આપવો પડશે. આ સમજુતી જોડાજોડ ભારત-અમેરિકા વચ્ચે લશ્કરી સામગ્રી, તાલીમ અને કવાયતની બાબતમાં બન્ને દેશ અરસપરસ સહકાર આપશે એવી સમજુતી પણ કરવામાં આવી છે. અમેરિકા જેવા મુડીવાદી દેશને સહકાર આપવો પડે એવા કરાર માટે ડાએરી પક્ષો અણુઊર્જા સમજુતીનો વિરોધ કરી રહ્યા છે.

  • આ બન્ને કલમના કારણે દેશની આઝાદી અને સલામતી જોખમમાં મુકાય એમ છે, એવા વિરોધના કારણે ભારત સરકારે અમેરિકાને સ્પષ્ટ રીતે જણાવ્યુ છે કે આ બન્ને શરત સંપુર્ણ રીતે અસ્વીકાર્ય છે. સામે ભારતનો વિરોધ સ્વીકારી બુશે ચોખવટ કરી કે આ બંને કલમ બંધનકર્તા નથી, પરંતુ માર્ગર્શન કારક છે અને અમેરિકન સરકાર હર હંમેશને માટે આ બન્ને કલમ લાગુ પાડતા પહેલા ભારતની સલામતી અને સંરક્ષણની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવશે, આવી ખાતરી મળ્યા બાદ આપણા વડાપ્રધાને જાહેર કર્યુ કે અમેરિકાના કાયદા અમેરિકાને લાગુ પડે છે, પણ ભારતને એનાથી બાંધી શકાય નહીં.

  • ઘણી વખત એ પ્રશ્ન થતો હોય છે કે શું છે એ સમજુતી? ભારત સરકાર લશ્કરી અને બિન-લશ્કરી અણુકેન્દ્રો અલગ પાડશે અને લશ્કરી કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સંઘ એમાં દખલઅંદાજ કરી શકે નહીં. એટલે કે, આપણા લશ્કરી કેન્દ્રોમાં અમેરિકાનું ઇંધણ વાપરી શકાય નહીં અને બિન-લશ્કરી અણુકેન્દ્રોમાં વપરાતાં ઈંધણનો દુરુપયોગ કરીને ભારત અણુબૉમ્બ ન બનાવે એ માટે સંઘને કેન્દ્રોની ચકાસણી કરવાની સત્તા મળવી જોઇએ. સંઘની એવી માંગણી પણ છે કે ચકાસણી ગમે ત્યારે થઇ શકે, જ્યારે ભારતનો એવો આગ્રહ છે કે ચકાસણીનો સમય અને સ્થાન અમારા કહ્યા મુજબના હોવા જોઇએ. ભલેને અચાનક ચકાસણી કરતા આપણે ક્યાં ચોરી કરવી છે તે ચિંતા. સાથે ભારતનો એવો પણ આગ્રહ છે કે જાપાનની જેમ અણુબળતણ ફરી ફરીને (Automatic reproccessing) વાપરવાનો અબાધિત હક્ક આપણને પણ મળવો જોઇએ.

  • જો આ કરાર કરવામાં આવે તો અમેરિકા આપણને ઈંધણ, ફરી ફરીને વાપરી શકાય એવું તંત્રજ્ઞાન પુરુ પાડશે, સાથેજ કારખાના ઊભા કરવા માટે ૧૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ બિલિયનન) ડોલરનું મુડીરોકાણ કરશે. આ અણુઊર્જામાંથી ભારત વીજળી બનાવે તો અત્યાર કરતા પાંચ ઘણી વીજળી પેદા આપણે કરી શકીએ છીએ. જેના કારણે ઉધોગો, ખેતી માટે જરૂરિ વીજળી મળી રેહશે, આર્થિક ઉન્નતિ પણ ઝડપભેર થઇ, દેશમાંથી ગરીબી દુર કરવાના પુરતા સાધનો મળી રેહશે. અણુઊર્જા મબલક પ્રમાણમાં મળી જાય તો પેટ્રોલ, ગેસ માટે પરદેશી આયાતની જરૂર ઓછી થઇ જશે. આ કરાર ૪૦ વર્ષ માટે કરવામાં આવશે જે એક વર્ષની નોટિસ અને બન્ને પક્ષ વચ્ચે સમજુતી બાદ જ રદ થઇ શકે.

  • આ કરાર એટલા માટે પણ મહત્વનો થઇ જાય છે કે ઊર્જા માટે જરૂરી યુરેનિયમ આપણી પાસે માત્ર ૧% જેટલુ જ છે, માટે બીજા પર આધાર રાખ્યા વિના ચાલવાનું નથી. આપણા પાસે થોરિયમ છે, દુનિયામાં ૨૪% જેટલુ થોરિયમ આપણા પાસે છે પરંતુ એમાંથી ઊર્જા પ્રાપ્ત કરવુ અઘરું છે અને જ્યા સુધી આતરરાષ્ટ્રીય અંકુશ ભારત સ્વીકારે નહીં ત્યા સુધી બીજો કોઇ દેશ આપણને ઈંધણ કે તંત્રજ્ઞાનની જાણકારી આપવા તૈયાર નથી. એટકા માટે કરાર કર્યા સિવાય કોઇ છુટકો નથી.

  • આ કરાર ભારતને ખરેખર લાભદાઇ છે. હાલના એનર્જી કમિશનના અધ્યક્ષ અનિલ કાકોડકરે તો એમ કહ્યુ હતુ કે "જો કરાર નહી થાય તો દેશનો ઈતિહાસ ક્યારેય માફ નહી કરે". માજી અધ્યક્ષ સુબ્રમણ્યમ તેમજ અન્ય અણુવિજ્ઞાનશાસ્ત્રીઓ પણ આ કરારના પક્ષમાં છે, એટલુ જ નહી, આપણા ભુતપુર્વ રાષ્ટ્ર્પતિ અને વિખ્યાત અણુવિજ્ઞાની ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે પણ આ કરારને દેશના હિતમાં અને દેશ માટે અત્યંત લાભ દાયક છે એવો મત જાહેરમાં પ્રગટ કર્યો છે.

હવે આટલા ફાયદા થતા હોય અને નુકસાન કશુંજ ન હોય તો આટલો બધો વિરોધ શા માટે. ભુતપુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી જ્યારે ટેક્નોલોજી અને કમ્પ્યુટર યુગની શરૂઆત કરવા માટે મક્કમ હતા ત્યારે એમનો પણ આટલો જ વિરોધ થયો હતો. પણ એના ફાયદા અત્યારે જોઇ શકાય છે. એમ પરમાણુ કરારને માટે ભલે આટલો બધો વિરોધ થતો હોય પણ અત્યારે આપણને સ્વ.રાજીવ ગાંધીની જેટલી ખોટ પડી રહી એટલી જ ખોટ આવનાર પેઢીને મનમિહન સિંહની પડશે એ નિશ્ચીત છે.

30.4.08

સંસદ ગૃહ જોઈ ભ્રમ ભાંગ્યો!

ભારત દેશ બીનસાંપ્રદાયીક લોકશાહીની મીશાલ છે, જે દેશના રાષ્ટ્રપતિ મુસ્લિમ હોય, દેશના પ્રધાનમંત્રી શીખ હોય અને દેશના સત્તાધારી પક્ષના વડા ઈસાઈ હોય, એ દેશ સાચા અર્થમાં આદર્શ લોકશાહીની નીશાની છે.

ઉપરોક્ત વાત અમેરીકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ જ્યારે ભારતનાં પ્રવાસે આવ્યા ત્યારે કહી હતી. આ જાણી મને ખુબ આનંદ થયો કે હું પણ આજ દેશનો નાગરીક છું, જેવો આનંદ અવાર-નવાર દેશ માટે થયા કરે છે અને થોડું દુઃખ પણ થયુ હતુ કે એક વીદેશી દ્રારા મને આ વાત ખબર પડી.

હાલમાં જ દિલ્લી જવાનું થયું, કામની વ્યસ્તતામાંથી સમય કાઢી ભારતની લોકશાહીનું મંદિર સંસદ ગૃહ જોવા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, ટી.વી પર જોઈ સંસદ ગૃહ માટે વિચારોના ઘોડા ખુબ દોડાવ્યા હતા, એકઅબજ ની વસતી ધરાવતા દેશમાં માત્ર 545 સાંસદ હોય છે જે અસામાન્ય વાત છે, સમસ્યાથી ભરપુર દેશ પર રાજ કરનારાઓ માટે મારા મનમાં મુંઠી ઉંચેરુ સ્થાન હતું, હંમેશા વિચારતો કે સાંસદો પાછળ પ્રજાના અઢળક નાણાં વપરાય છે, એમની સગવડ , એમની સલામતી સરકાર માટે ખુબજ મહત્વ ધરાવે છે, ખુબજ મોટા વિસ્તારનું પ્રતિનિધીત્વ કરતા સાંસદો ખરેખર કઈક વિશેષતા સભર હશે, સાંસદ ગૃહમાં પોતાના વિસ્તાર- દેશ માટે ખુબ ગંભીર હશે, સંસદ ગૃહમાં સાર્થક ચર્ચા પર સાંસદો દેશના હીતમાં પોતાનો પક્ષ રાખી કર્તવ્ય પાલન કરતા હશે પરંતુ આ બધા વિચારો ભ્રમ સાબીત થયા.

પહેલી વખત સંસદ જોવા ગયો ત્યારે પ્રાંતવાદનાં મુદ્દા પર સંસદમાં સાંસદોએ ધમાલ કરી અને સંસદની કાર્યવાહી બંધ કરવાનો વખત આવ્યો અને બીજી વખત એક આશા હતી કે મોંઘવારીના મુદ્દે સાર્થક ચર્ચા જોવા મળશે પરંતુ બુંદેલખંડના મુદ્દે સાંસદોએ ધમાલ કરી, એમની માંગણી હતી કે બુંદેલખંડ પર બોલવા માટે અમને સમય આપો, અધ્યક્ષ સોમનાથ ચેટર્જી એ સાંસદો ને વિનંતી પણ કરી કે પ્રશ્નકાળ પછી બોલવાનો સમય આપીશું પણ હાલમાં સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં સહયોગ આપો પરંતુ એ દીવસે સંસદ નહી ચાલવા દેનાર સાંસદો એ સાબીત કર્યુ કે એમને વધારે રસ હંગામો કરી મીડીયાનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં હતુ, મોંઘવારી જેવા ગંભીર અને સામાન્ય માણસથી જોડાયેલા મુદ્દા પર ચર્ચામાં ભાગ લેનાર સાંસદ આંગળીના વેઢે ગણાય તેટલા હતા.

મારા સ્મરણમાં છે, સંસદ ગૃહના અધ્યક્ષ હોવાનુ સોમનાથ ચેટર્જીને દુઃખ થયુ એની પાછળનું કારણ પણ સાંસદો જ હતા, સાંસદોની ગેરવર્તણુકથી વ્યથીત થઈ અધ્યક્ષની આંખો ભીની થઈ ગઈ હતી છતા પણ સાંસદોના ચહેરા પર શરમનો છાંટો નહોતો દેખાતો, એક વખત આવી જ ઘટનાના કારણે અધ્યક્ષે સાંસદો ને ઠપકો આપતા કહ્યુ હતુ કે તમે જ લોકશાહીની હત્યા કરી રહ્યા છો, સાંસદો એટલી હદે હોબાડો મચવી દે છે કે હાલમાં જ અધ્યક્ષને ગૃહ ની લાઈટો અને રેકોર્ડીંગ પણ બંધ કરાવવાની ફરજ પડી હતી, વંઠી ગયેલા બાળકો જેવા સાંસદોના વ્યવહારના કારણે સોમનાથ ચેટર્જીમાં એક કરૂણ, હારી ગયેલ બાપની છબી જોવા મળે છે જે હંમેશા લોકશાહીના મંદીર સમા સદનની પવીત્રતા ટકાવી રાખવા ઝઝુમતા રહે છે

પક્ષ પ્રેરીત કે પ્રસીધ્ધીના કારણે વીરોધ કરી સંસદની કાર્યવાહી બંધ થતા ઘણી વખત જોઈ છે, એમ નથી કે હંમેશા આમ જ બને છે ઘણી વખત દેશનાં હીતમાં સાર્થક ચર્ચા થતા પણ જોઈ છે, પોતાના વીસ્તારની સમસ્યા માટે લડતા સાંસદોને પણ જોયા છે, સરકારને વિચારતી કરી દે એવો વિરોધ પક્ષનો વિરોધ પણ જોયો છે અને ઘણા મુદ્દા પર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષનો એક સુર પણ જોયો છે. પરંતુ વ્યક્તિગત કે જાતીવાદ, પ્રાંતવાદ કે પક્ષવાદથી પ્રેરીત વિરોધના કારણે સંસદ ગૃહ બંધ રહે એ શરમની વાત છે, લોકશાહીમાં દરેકને વીરોધ કરવાનો હક્ક હોય છે પરતું માત્ર લોકોના હીતમાં.

આપણા પ્રધાનમંત્રી મનમોહન સિંહને એક પત્રકારે પુછેલુ કે રાત્રે આરામથી ઓશીકા ઉપર માથું મુકી સુતા પહેલા કઈ ચીંતા સતાવે છે? એમણે જવાબમાં કહ્યુ હતુ કે એક અબજની વસ્તી ધરાવતા દેશનાં પ્રધાનમંત્રી હોવું એજ એટલો ચીંતાનો વિષય છે કે આરામથી ઓશીકા પર માથું મુકી સુઈ જ નથી સકાતુ, આવા આદર્શ વ્યક્તિત્વ ના કરણે જ વિશ્વાસ ટકી રહયો છે. ઘણા સાંસદો છે જે ખરેખર અપવાદ છે, દેશ અને લોકોને લઈને ચીંતીત છે જેઓના કારણે જ આપણે નીશ્ચીંત છીએ.

સંસદ ગૃહની બહાર નીકળતા એવા સાંસદો વિશે વીચાર આવ્યો કે જેઓ આખી દુનીયાની પંચાતો કરતા હોય છે, મોકો મળતા હંગામો કરી દે છે પરંતુ ગંભીર વિષય ની ચર્ચા વખતે સદનમાં ગેરહાજર રહે છે, આવા સાંસદોની હરકતો પર પ્રજા ખરેખર ધ્યાન આપશે તો ભારતની આવતીકાલ ઉજળી છે.

17.3.08

લડાઇઃ અસ્મીતાની કે અસ્તીત્વની ?

અત્યાર સુધી નરેન્દ્ર મોદી આમા ફ્સાયેલા હતા અને હવે રાજ ઠાકરે ફસાયા છે, "મને ગુજરાતનું ઘેલુ લાગ્યુ છે, ગુજરાત માટે મારી જાત ઘસવા આવ્યો છું", આવી વાતો બહુ થઇ. ગુજરાતમાં પાછલા દિવસોમા જે કંઇ પણ બન્યુ તે દેશ-દુનીયાએ જોયુ-જાણ્યુ, એની ખુબ આલોચના પણ થઇ, ગુજરાત બદનામ પણ થયુ, પરંતુ આને ગુજરાતની અસ્મીતા બચાવવાનું સુંદર નામ આપી દેવામા આવ્યુ. જનતા નરેન્દ્ર મોદી સાથે છે માટે કંઇ પણ કહેવુ અયોગ્ય લાગશે. હવે આમ જ કંઇ રાજ ઠાકરે મહારાષ્ટૂની અસ્મીતા બચાવવા કરી રહ્યા છે, પોતાનુ રાજકીય અસ્તીત્વ ટકાવી રાખવા ઉત્તર ભારતીયો ને નીશાન બનાવાયા છે. રાજ ઠાકરેએ જેની આંગળી પકડી રાજકાણમાં પગ મુક્યો છે એમની માનસીક પરીસ્થીતી પણ આવા જ વિચારોથી ઘેરાયેલી છે. બાલ ઠાકરેએ પણ ભુતકાળમાં પોતાનુ રાજકીય કદ વધારવા આવા જ પ્રયાશો કરેલા, આ લડાઇ અસ્મીતા બચાવવા કરતા અસ્તીત્વ બચાવવાની વધારે લાગે છે. રાજકારણમાં આવી વાતોને સ્થાન નથી પરંતુ સામાજીક જીવનમા જરૂર છે.
મારા એક મિત્ર છે, આમતો એ બીહારી છે પરંતુ ઘણા લાંબા સમયથી ગુજરાતમા વસવાટ કરે છે, ગુજરાતના રમખાણોને લઇને એ હંમેશા લઘુમતી કોમ ની વિરુધ્ધ રેહતા, નરેન્દ્ર મોદી પર લગાવાયેલા આરોપોને નજરઅંદાજ કરીને હંમેશા મોદી ના પક્ષ મા રહેતા, પરંતુ હાલમાં જ એમને પોતે ભારતીય હોવાનો એહસાસ થયો. મહારાષ્ટૂનાં પગલે એમના મનમા જે ઝેર હતુ એ નીકળી ગયુ, ગુજરાતમાં બનેલી ઘટનાઓ ની નીંદા પણ કરવા લાગ્યા, ભલે એ ઉત્તર ભારતીયોની સહાનુભુતી રૂપે હોય, પરંતુ એ પણ આવા જ રાજકીય વિચારોથી ઘવાયેલા હતા માટે જ ગુજરાતી કે બીહારી મટી ભારતીય થયા છે.
અસ્મીતાનાં નામે અસ્તીત્વની લડાઇ તો રાજકારણીઓ નું હથીયાર છે પરંતુ એનો ભોગ હંમેશા સામાન્ય લોકો બનતા હોય છે, રાજ્યોની અસ્મીતા બચાવવાના ચક્કરમાં ભારતની અસ્મીતાનુ શું ? ભારત "વિવિધતામાં એક્તા" થીજ સુંદર લાગે છે. કોઈ વ્યકતી વિશેષનાં અસ્તીત્વ કરતા ભારતની અસ્મીતાનું વધું મહત્વ છે. પ્રાંતવાદ કે જાતીવાદ કોઈ એક વ્યક્તિ વિશેષને જ ફાયદા કારક હોય છે, કયારેય કોઈ પ્રાંત કે જાતી ને નહી. ભલે જનતાએ નરેન્દ્ર મોદીમાં એક કુશળ નેતૃત્વ જોઈ ચુંટણીમાં સાથ આપ્યો હોય પરંતુ ગુજરાત કે મહારાષ્ટૂમાં પોતાનું રાજકીય અસ્તીત્વ બચાવવા માટે અસ્મીતાનો ચોલો ઓઢેલ દંભી ચેહરાને સાથ ના આપવો જોઈએ. આમ જો પ્રાંતવાદના રોગ થી બચવુ હશે તો દરેક નાગરીકે ભારતીય બનવુ પડશે.