Showing posts with label આદર્શ. Show all posts
Showing posts with label આદર્શ. Show all posts

8.7.08

સામ માણેકશાઃઆર્મીના સુવર્ણયુગનો અંત.

'અ ફીલ્ડ માર્શલ નેવર રિટાયર્સ!', સામ હોરમસજી ફ્રકમજી જમશેદજી માણેકશાના આ શબ્દો સદાકાળ માટે ફીલ્ડ માર્શલને જીવંત રાખતા ગયા. માણેકશાનો જન્મ ૩ જી એપ્રીલ ૧૯૧૪ના રોજ અમૂતસરમાં થયો હતો. તમને નવાઇ લાગશે એક પારસી કુટુંબમાં જેમનો જન્મ થયો, જેમના વડદાદા ગુજરાતના વલસાડ અને પાછળથી મુંબઇ રેહતા હતા એનો

મોતનો મલાજો પણ ન જળવાયો ...

માણેકશાના અવસાનના સમાચાર સાંભળી આમજનતા પણ દુઃખ વ્યકત કરતી હતી. લશ્કરી શિસ્ત, સહજ સ્વભાવ અને વિશાળ વ્યક્તિત્વના કારણેએ હંમેશા લોકપ્રિય રહયા. ૧૯૭૧ની ઘટના પ્રસંગે ભરચોમાસે લશ્કરી કારવાઇ માટેના રાજકીય દબાણનો એમણે મક્કમતાથી સામનો કર્યો. પોતાની આગવી આવડતના કારણે માત્ર ૧૫ દિવસમાં પાકિસ્તાની સેનાને પરાસ્ત કરી. સેનાપતિ કૌલ સાથેની અથડામણના કારણે એમની સામે ખાતાકીય તપાસ પણ ચલાવાય હતી. એમની સામે એક વખત તો રાષ્ટ્રદ્રોહનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો, પણ દરેક વખત માણેકશા અણીશુધ્ધ પુરવાર થયા. આવા વીર પુરુષની અંતિમયાત્રામાં સંરક્ષણપ્રધાન એ.કે.એન્ટોની ગેરહાજર રહ્યા, અને આનાથીએ શરમજનક વાતતો એ છે કે ભારતની ત્રણેય પાંખના વડા પણ ગેરહાજર રહ્યા. જે લશ્કરી દળની આંતરીક ખટપટોનું દર્શન કરાવે છે

જન્મ અમૂતસરમાં કેમ? આના પાછળ હકીકત એમ છે કે માણેકશાના પિતા વ્યવસાયે ડોક્ટર હતા, મુંબઇમાં એમની પ્રેક્ટિસ બરાબર જામી નહીં માટે ૧૮૯૯માં એમના લગ્ન બાદ વધુ પ્રગતી માટે તેઓ પંજાબના લાહોર શહેરમાં સ્થાયી થવા નીકળ્યા પરંતુ તે સમયે ટ્રેનની મુસાફરી ખુબ લાંબી, ૪-૫ દિવસની હતી, આવામાં માણેકશાનાં માતા મુસાફરીમાં એવા કંટાળી ગયા કે તેમણે રસ્તામાં અમૂતસર ઉતરી જવાનુ નક્કી કર્યુ, પત્નીની વાતે સહમત થઇ તેઓ લાહોરને બદલે અમૂતસરમાં જ રહી પડયા.

માણેકશાનુ શાળાનુ શિક્ષણ અમૂતસરમાં થયેલુ અને ત્યાર બાદ તે નૈનીતાલમાં ભણ્યા. ૧૮ વર્ષની ઉંમરે એટ્લેકે ૧૯૩૨માં તેઓ ઇન્ડીયન મિલીટરી અકાદમીમાં(IMA) ભણવા દેહરાદુન ગયા. યાદ રહે કે માણેકશા જ્યારે ભણતા હતા ત્યારે બ્રિટિશરો આપણા પર રાજ કરતા હતા. ત્યાંથી તાલીમ લીધા પછી તરતજ ૪ ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ એમને બ્રિટિશ ઇનફન્ટ્રી બટાલિયનમાં સ્થાન મળ્યુ. ૧૯૩૭માં બ્રિટિશરો માટેના યોધ્ધા બન્યા પછી લાહોરના એક પ્રસંગમાં સીલુ બોડે નામની દેખાવડી યુવતી સાથે પરિચય થયો અને પરિચય પ્રેમમાં પરિણમ્યો અને ૧૯૩૯માં ૨૫ વર્ષની વયે જ લગ્ન કર્યા. લગ્ન બાદ બીજા વિશ્વયુધ્ધમાં પત્નીથી વિરહ કરીને બર્માને મોરચે જપાન સામે લડવા ગયા, માણેકશાનાં વિરહના એહસાસે બીજા સૈનિકોને ફાયદો કરાવી આપ્યો, આઝાદી બાદ જ્યારે સૈનિકોને મોરચે જવાનુ હોય ત્યારે વિરહભથ્થુ મળે એવી વ્યવસ્થા કરાવી હતી. ૬ જુન ૧૯૬૯ના રોજ માણેકશા ચીફ ઓફ આર્મી બન્યા.

ઇન્ડીયન મિલીટરી અકાદમીમાં એમના એક મિત્ર હતા યાહ્યા ખાન. ૧૯૪૭ સુધી બ્રિટિશ આર્મીમાં બન્ને સાથે હતા, જેઓ ભાગલા બાદ પાકિસ્તાન જતા રહયા હતા. જોગાનુજોગ ભારત પાકિસ્તાન યુધ્ધ વખતે માણેકશા અને યાહ્યા ખાન પોત-પોતાના દેશની આર્મીમાં વડા હતા. ૧૯૭૧ના યુધ્ધ સમયે માણેકશાએ પોતાના જુનીયરને યુધ્ધની રનનીતિ ઘડવાની જવાબદારી સોંપી, માણેકશાનુ માનવુ હતુ કે યાહ્યા ખાન એમના એટલા સારા મિત્ર હતા કે એમને ખબર હશે કે માણેકશા શું રણનિતિ બનાવશે. આખરે માણેકશા એમની રણનિતિમાં સફળ થયા અને ભારતનો વિજય થયો.

માણેકશા મુળ પારસી હતા અને કદાચ જ કોઇ પારસી રમુજ સ્વભાવનો ના હોય, તેઓ મોસ્કો ગયા હતા ત્યારે ભારતની એલચી કચેરીએ એમને બે શબ્દો બોલવા કહ્યું, માણેકશા બોલ્યાઃ સદહગૂહસ્થો, મને વાતો કરતા આવડતી નથી. મારા દેશમાં હું ઓછામાં ઓછુ બોલુ છુ. બોલવાનુ કામ મારા દેશમાં બે મહિલા કરે છે અને મારે તે સાંભળવી પડે છે. આમાની એક મહિલા છે વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધી અને બીજી મહિલા છે શ્રીમતિ સીલુ, જે મારી પત્ની છે ! આના થી વધારે એમને બે પુત્રી હતી એકનુ નામ શેરી અને બીજીનુ નામ માજા. શેરીના પતિની અટક બાટલીવાલા હતી અને માજાના પતિની અટક દારૂવાલા અને જ્યારે શેરીને પુત્રી જન્મી ત્યારે માણેકશાએ એનું નામ બ્રાન્ડી રાખ્યું ! અને ઘણી વખત તેઓ પુત્રી-જમાઇને બહુ ચીડવતા, આમ પારિવારીક જીવનમાં પણ એ ખુબ રમુજી સ્વભાવના હતા.

માણેકશા ફોજમાં હતા તેથી જીવનમાં નૈતીકતા અને અનુશાસનમાં ખુબ માનતા હતા. ભારતીય સૈનિકો જ્યારે પશ્ચિમ પાકિસ્તાનને મોરચે જતા હતા ત્યારે માણેકશાની એક શીખામણ સૈનિકોને છાપીને આપવામાં આવી હતીઃ મારા જવાનો, પાકિસ્તાનના પ્રદેશોની સ્ત્રીઓ અત્યંત સ્વરૂપવાન હોય છે, પણ એમને જુઓ ત્યારે તમારા બન્ને હાથ તથા હૈયાને સજ્જ્ડ રીતે કબુમાં રાખજો અને સામ માણેકશાની ઈજ્જતને યાદ રાખ્જો... સાથે તેઓ આત્મીય અને સરડ સ્વભાવના પણ હતા. પાકિસ્તાનને એના ઘરમાં જઇને હરાવી અને ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોને કેદ કરી વિજયનો શ્રેય પણ માણેકશા એ પુર્વ ભારતના લશ્કરી વડા લેફટનટ જનરલ જગજીતસિંહ અરોરાને આપ્યો હતો એટલુ જ નહિં ૯૩,૦૦૦ કેદી સૈનિકો સાથે સદગૂહસ્થની જેમ વર્તાવ કરવો એવો હુકમ માણેકશાએ લશ્કરને કરેલો. જે સૈનિકો પાછળ ભારતે કરોડો રૂપયા ખર્ચ કરવો પડેલો.

ફોજમાં ગોરખા સૈનિકોએ એમને સામ બહાદુર નું બિરુદ આપ્યુ હતુ. દેહરાદુનમાં આઠમી ગોરખા રેજિમેન્ટની છાવણીમાં સામ બહાદુર નામનો એક રૂમ છે, જેમા માણેકશાને મળેલા તમામ મેડલો અને એમની ઇત્યાદિ વસ્તુઓ ત્યા પડી છે, માણેકશા એ વિશે કેહતાઃ કે માત્ર મારી ફીલ્ડ માર્શલની બેટન અને તલવાર જ મે રાખ્યા છે. માણેકશાને ૧૯૭૨માં પદ્મ વિભુષણથી પણ નવાજાયા હતા. અને ૧૯૭૩માં ૨૬ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન ઇંદીરા ગાંધીએ માણેકશાને ફીલ્ડ માર્શલનું બિરુદ આપવાનુ નક્કી કર્યુ.

આમ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા માણેકશા એમના નિવૂત જીવનમાં હંમેશા કેહતા કે ફોજમાંથી મને મચ અફેકશન, મચ સેટિસ્ફેકશન મળ્યા છે. ભ્રષ્ટ નથી એવા માણસો સાથે કામ કરવાનો બેહિસાબ સંતોષ મળ્યો છે. જિંદગી ફરીથી શરૂ કરવી પડે તો પણ હું આવી સૈનિકની જિંદગી જ જીવીશ. બીમાર પડયા ત્યારે ભુતપુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે સૈન્યના ડૉકટરોને કહેલુ કે પ્લીઝ, આમની સારવાર બરાબર કરજો, ભારત પાસે એકજ ફીલ્ડ માર્શલ છે!

8.4.08

ધીરજ અને મધુશાલા એકજ માળાના મણકા...

હરિવંશરાય બચ્ચન, થોડા સમય પેહલા મારા માટે પણ મધુશાલાના રચયિતા થી વધારે કશુંજ ન હતા. એમની લખેલી મધુશાલાની પણ એકજ પંક્તી મનમાં ગુંજ્યા કરતી "મંદિર-મસ્જીદ સબકો લડાયે મેલ કરાયે મધુશાલા" ખુબ સરસ અથવા તો સાંજે 6:45 પછી મધુશાલાની વાટ પકડનાર લોકો "અલગ અલગ સબ પથ દિખલાતે પર મે યે દિખલાતા હું, રાહ પકડ તુ એક ચલાચલ પા જાયેગા મધુશાલા" એમની આ પંક્તીને બહાનું બનાવતા, બીજેથી તો પ્રોત્સાહન મળે તેમ નથી, કાંતો કોઈક હિન્દી સાહિત્ય પ્રેમી એમને માનભરી નજરથી દેખતો હશે અને વધુમાં અમિતાભ બચ્ચનના પિતા. બસ! ના ખુબજ સફળ વ્યક્તિત્વ, વિધ્વાન સાહિત્યકાર અને એનાથી વધારે એમના માટે કંઈ કેહવુ એટલે સુરજ ને દીવો ધરવા સમાન છે.
પરંતુ એમની સફળતા પાછળનું કારણ? માત્ર ધીરજ અને સંઘર્ષ. હરિવંશરાય બચ્ચન દરરોજ સવારે ચાલવા જાય, એમને અલગ અલગ શિલ્પ(પથ્થર)ભેગા કરવાનો ખુબ શોખ માટે શોખ પોષવા એ દરરોજ અલગ અલગ આકાર-રંગના શિલ્પ ઘરે લઈ આવે અને આજના સુપર સ્ટાર અને બીગ-બીના નામથી પ્રચલીત એવા એમના દિકરાને જગાડી એને નવા શિલ્પથી પરિચિત કરાવે. અમિતાભ બચ્ચનની સવારનો સુરજ આવી જ રીતે ઉગતો. પરંતુ એક સવારે અમિતાભ બચ્ચનને જગાડતા હરિવંશરાય બચ્ચનના હાથ ખાલી હતા, અમિતાભની ધીરજ જવાબ માંગવા માંડી, આજે કેમ પિતા ખાલી હાથે? હરિવંશરાય બચ્ચને પુત્ર ને કહ્યુ બેટા મદદ માટે બહાર આવને, બહાર જઈ જોતા એક વિશાળ શિલ્પ ઘર પાસે પડ્યુ હતુ. શિલ્પ એટલુ મોટુ હતુ કે એને અંદર લાવવા માટે ચાર માણસની જરૂર પડે એમ હતુ, અમિતાભે કહ્યુ અંદર લઈ જવા તો હું મદદ કરું પણ અહીયાં સુધી લાવવામાં કોણે મદદ કરી? હરિવંશરાય નો જવાબ હતો મારી ધીરજે, હુ છેલ્લા એક વર્ષથી દરરોજ આ શિલ્પને થોડુ-થોડુ ખસેડી ઘર તરફ લાવવા પ્રયત્ન કરતો હતો, તો આજે અહિં લાવી શક્યો. ધીરજ સાથે કરેલો સંઘર્ષ જીવનમાં ચોક્કસ સફળતા અપાવે છે.

અમિતાભના જીવનમાં પણ ઘણા ચઢાવ ઉતાર આવ્યા પરંતુ સંયમ ગુમાવ્યા વિના ધીરજ સાથે કરેલા સંઘર્ષે આજે અમિતાભને સફળતાના શીખરે બેસાડ્યા છે, કદાચ અમિતાભની સફળતા પાછળ પણ જીવનના આવાજ આદર્શ કારણભુત હશે?