31.1.09

જીત્યું હમેશા ગુજરાત્...હાર્યુ ના કોઇ'દી ગુજરાત્...

ગુજરાતે ઘણો કપરો સમય જોયો છે, ગુજરાતમાં ભાંગી પડેલો ઉધોગ હોય કે ભુકંપ-પુર જેવી કુદરતી આફત પરંતુ ગાંધી અને સરદારની જેમ ગુજરાત પણ હમેશા અડગ રહ્યું છે. આવા ગરવી ગુજરાતનાં ૨૬ કલાકારો અમદાવાદની અડાલજ વાવ ખાતે ભેગા થઇ ગુજરાતની વિજયગાથા ગાય એ જ સાચા અર્થમાં ગુજરાતનુ ગૌરવ છે. ગુજરાતની યશગાથા ગાતા આ વિડીયો આલબમ ખરેખર દરેક ગુજરાતીએ માણવો જોઇએ.














હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત...

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત...

ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત...

હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત...

ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત...

હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત...

દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત...

હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત...
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત...
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત...
મારું ગુજરાત...