ભારતમાં અવારનવાર થતા આતંકવાદી હુમલા સામે દેશના નેતાઓનુ કુણુ વલણ ખરેખર આશ્ચર્ય જગાડે છે, છેલ્લા થોડા દિવસોથી એવા ભણકારા થઇ રહ્યા છે કે આતંકવાદને નાથવા આપણા તરફથી કોઇ પગલા ભરાશે. ખૈર, એતો આવનાર સમય બતાવશે પરંતુ અત્યાર સુધી દેશમાં થયેલા હુમલા માટે ઉદાસીનતા દાખવનાર તમામને કૃષ્ણ દવેનો જોરદાર કટાક્ષ.
શું ફેર પડે છે !
પાંચ, પચીસ, પચાસ કે પાંચસો !
આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
જુઓને કેટલાં સહનશીલ !
એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ -
તે ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!
- કૃષ્ણ દવે
4.12.08
જુઓને કેટલાં સહનશીલ !
Labels
કટાક્ષ
3.12.08
અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજઃ Made in China
આવુતો કદાચ અમેરિકા જ કરી શકે. આપણે તો આને આપણા દેશનુ અપમાન જ કહિયે. હા, તમે તસ્વીરમાં જે જોઇ રહ્યા છો એ ખરેખર સાચુ છે. આ તસ્વીર દીલ્લીમાં આવેલ અમેરિકન ઇનફર્મેશન સેંટરની છે જ્યાં ૫ નવેમ્બરના રોજ ઓબામાંના વિજયનો આનંદ મનાવાતો હતો ત્યારે પોલીથીનના બનેલા, મેડ ઇન ચાઇના લખેલા અમેરિકાના સેંકડો ઝંડા (રાષ્ટ્ર ધ્વજ) ત્યાં લગાવ્યા હતાં. અને બધા પર મેડ ઇન ચાઇનાના આવાજ માર્કા લાગેલા હતા. પોતાના દેશના ઝંડા પણ બીજે બને છે એની પાછળનુ કારણ સ્પષ્ટ છે, અમેરિકાની પ્રદૂષણ નિયંત્રણ નીતી. આવાજ કારણો સર અમેરિકા જેવા વિકસીત દેશને લાગે છે કે આવા નાના-નાના કામો પાછળ પોતાની તાકાતા અને સમય ખર્ચ ના કરવો જોઇએ. કદાચ એટલેજ પોતાના દેશનુ સમ્માન ગણાતા રાષ્ટ્ર ધ્વજ પણ બીજા દેશ માંથી સસ્તામાં ઉઠાવી લીધા હશે. આવુ ન બને એટલે જ બાપુએ ખાદી પર જોર મુક્યું હશે.
Labels
સત્ય ઘટના
Subscribe to:
Posts (Atom)