16.7.08

પરમાણુ કી પાઠશાલા...

પરમાણુ કરાર, શું છે તકરાર ?
મેરીકા અને ભારત વચ્ચે થનાર સુચિત અણુ કરારને કારણે મનમોહન સરકાર બરાબરની ભીંસમાં મુકાય ગઇ છે. યુ.પી.એ સરકારને ટેકો આપી રહેલા ડાબેરી પક્ષો શુરુઆતથી અણુકરારની(અમેરીકા) વિરુધ્ધ છે જેના કારણે ડાબેરી પક્ષો એ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. ડાબેરીઓએ કરારની વિરુધ્ધ ટેકો ખેચી લીધો, હંમેશાથી કોંગ્રેસનો રાજકીય વિરોધી સમાજવાદી પક્ષે સરકારને સમર્થન આપ્યું, બીજેપીએ નીવેદન બહાર પાડયુ કે સરકાર લઘુમતિમાં મુકાય ગઇ છે, વિરોધીઓનો સુર મોટો થતો ગયો; સરકાર લોકસભામાં વિશ્વાસનો મત મેળવે. આવી મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ગડમથલનો હવે અંત આવી ગયો હોય એમ લાગી રહયુ છે. હાલની પરીસ્થિતીમાં તો સરકારના માથે તલવાર લટકી રહી છે, આટલી બધી મડાગાંઠનું મુળ અણુકરાર શું છે એ સામાન્ય પ્રજાની જાણની બહાર છે. તો શું છે કરાર? શું છે તકરાર ? જાણીએ પરમાણુ કી પાઠશાલામાં...
  • વડાપ્રધાન મનમોહન સિંહ જુલાઇ ૨૦૦૫માં જ્યારે વોશિંગ્ટન ગયા ત્યારે ભારત-અમેરિકા વચ્ચે અણુકરારની ચર્ચા-વિચારણા શરૂ થઈ, ત્યાર બાદ માર્ચ ૨૦૦૬માં અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશ ભારત આવ્યા ત્યારે ૧૯૫૪ના કાયદાની કલમ ૧૨૩ના અન્વયે ભારતને અણુતંત્રજ્ઞાન અને અણુસામગ્રી આપવા અંગે સમજુતી કરવામાં આવી. આ લાંબી વાતાઘાટો પછી જે કરારનામું તૈયાર કરાયું એ ૨૦૦૭માં પ્રસિધ્ધ કરાયું.

  • અમેરિકાએ જાપાન પર ૧૯૪૪માં બે અણુબૉમ્બ નાખ્યા હતા ત્યાર પછી અમેરિકાએ ૧૯૪૫ અણુઊર્જા નિયંત્રણ કાયદો ઘડ્યો કે જે દેશ અણુશક્તિનો વપરાશ શાંતિમય રીતે અને વિકાસ માટે કરવાની બાંયધરી આપે એને અણુઊર્જાના વપરાશ માટે સામગ્રી અને જાણકારી અમેરિકા આપશે. આ જોગવાઇ ૧૨૩મી કલમમાં રાખવામાં આવી છે. અમેરિકા એ ખાતરી કરી લે છે કે અમેરિકન સામગ્રી અને તંત્રજ્ઞાનનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે ન થાય. અત્યાર સુધી આ કરાર ૨૫ દેશ જોડે અમેરિકાએ કરેલા છે જેમાં જાપાન, ચીન, રશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.

  • આમતો અમેરિકાનો ઈરાદો સારો છે પણ આ કરારનો પોતાના પક્ષે અમલ કરવા હેન્રી હાઈડે રજુ કરેલો કાયદો જે અમેરિકન સંસદમાં પાસ થયો છે જેમાં બે શરતો છે જેમાંની એક તો ભારતના અણુઊર્જા લશ્કરી વિકાસ પર અંકુશ રાખવો પડે જેથી ભારત અણુબૉમ્બ ન બનાવી શકે અને બીજુ ભારતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકાને સહકાર આપવો પડશે. આ સમજુતી જોડાજોડ ભારત-અમેરિકા વચ્ચે લશ્કરી સામગ્રી, તાલીમ અને કવાયતની બાબતમાં બન્ને દેશ અરસપરસ સહકાર આપશે એવી સમજુતી પણ કરવામાં આવી છે. અમેરિકા જેવા મુડીવાદી દેશને સહકાર આપવો પડે એવા કરાર માટે ડાએરી પક્ષો અણુઊર્જા સમજુતીનો વિરોધ કરી રહ્યા છે.

  • આ બન્ને કલમના કારણે દેશની આઝાદી અને સલામતી જોખમમાં મુકાય એમ છે, એવા વિરોધના કારણે ભારત સરકારે અમેરિકાને સ્પષ્ટ રીતે જણાવ્યુ છે કે આ બન્ને શરત સંપુર્ણ રીતે અસ્વીકાર્ય છે. સામે ભારતનો વિરોધ સ્વીકારી બુશે ચોખવટ કરી કે આ બંને કલમ બંધનકર્તા નથી, પરંતુ માર્ગર્શન કારક છે અને અમેરિકન સરકાર હર હંમેશને માટે આ બન્ને કલમ લાગુ પાડતા પહેલા ભારતની સલામતી અને સંરક્ષણની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવશે, આવી ખાતરી મળ્યા બાદ આપણા વડાપ્રધાને જાહેર કર્યુ કે અમેરિકાના કાયદા અમેરિકાને લાગુ પડે છે, પણ ભારતને એનાથી બાંધી શકાય નહીં.

  • ઘણી વખત એ પ્રશ્ન થતો હોય છે કે શું છે એ સમજુતી? ભારત સરકાર લશ્કરી અને બિન-લશ્કરી અણુકેન્દ્રો અલગ પાડશે અને લશ્કરી કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સંઘ એમાં દખલઅંદાજ કરી શકે નહીં. એટલે કે, આપણા લશ્કરી કેન્દ્રોમાં અમેરિકાનું ઇંધણ વાપરી શકાય નહીં અને બિન-લશ્કરી અણુકેન્દ્રોમાં વપરાતાં ઈંધણનો દુરુપયોગ કરીને ભારત અણુબૉમ્બ ન બનાવે એ માટે સંઘને કેન્દ્રોની ચકાસણી કરવાની સત્તા મળવી જોઇએ. સંઘની એવી માંગણી પણ છે કે ચકાસણી ગમે ત્યારે થઇ શકે, જ્યારે ભારતનો એવો આગ્રહ છે કે ચકાસણીનો સમય અને સ્થાન અમારા કહ્યા મુજબના હોવા જોઇએ. ભલેને અચાનક ચકાસણી કરતા આપણે ક્યાં ચોરી કરવી છે તે ચિંતા. સાથે ભારતનો એવો પણ આગ્રહ છે કે જાપાનની જેમ અણુબળતણ ફરી ફરીને (Automatic reproccessing) વાપરવાનો અબાધિત હક્ક આપણને પણ મળવો જોઇએ.

  • જો આ કરાર કરવામાં આવે તો અમેરિકા આપણને ઈંધણ, ફરી ફરીને વાપરી શકાય એવું તંત્રજ્ઞાન પુરુ પાડશે, સાથેજ કારખાના ઊભા કરવા માટે ૧૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ બિલિયનન) ડોલરનું મુડીરોકાણ કરશે. આ અણુઊર્જામાંથી ભારત વીજળી બનાવે તો અત્યાર કરતા પાંચ ઘણી વીજળી પેદા આપણે કરી શકીએ છીએ. જેના કારણે ઉધોગો, ખેતી માટે જરૂરિ વીજળી મળી રેહશે, આર્થિક ઉન્નતિ પણ ઝડપભેર થઇ, દેશમાંથી ગરીબી દુર કરવાના પુરતા સાધનો મળી રેહશે. અણુઊર્જા મબલક પ્રમાણમાં મળી જાય તો પેટ્રોલ, ગેસ માટે પરદેશી આયાતની જરૂર ઓછી થઇ જશે. આ કરાર ૪૦ વર્ષ માટે કરવામાં આવશે જે એક વર્ષની નોટિસ અને બન્ને પક્ષ વચ્ચે સમજુતી બાદ જ રદ થઇ શકે.

  • આ કરાર એટલા માટે પણ મહત્વનો થઇ જાય છે કે ઊર્જા માટે જરૂરી યુરેનિયમ આપણી પાસે માત્ર ૧% જેટલુ જ છે, માટે બીજા પર આધાર રાખ્યા વિના ચાલવાનું નથી. આપણા પાસે થોરિયમ છે, દુનિયામાં ૨૪% જેટલુ થોરિયમ આપણા પાસે છે પરંતુ એમાંથી ઊર્જા પ્રાપ્ત કરવુ અઘરું છે અને જ્યા સુધી આતરરાષ્ટ્રીય અંકુશ ભારત સ્વીકારે નહીં ત્યા સુધી બીજો કોઇ દેશ આપણને ઈંધણ કે તંત્રજ્ઞાનની જાણકારી આપવા તૈયાર નથી. એટકા માટે કરાર કર્યા સિવાય કોઇ છુટકો નથી.

  • આ કરાર ભારતને ખરેખર લાભદાઇ છે. હાલના એનર્જી કમિશનના અધ્યક્ષ અનિલ કાકોડકરે તો એમ કહ્યુ હતુ કે "જો કરાર નહી થાય તો દેશનો ઈતિહાસ ક્યારેય માફ નહી કરે". માજી અધ્યક્ષ સુબ્રમણ્યમ તેમજ અન્ય અણુવિજ્ઞાનશાસ્ત્રીઓ પણ આ કરારના પક્ષમાં છે, એટલુ જ નહી, આપણા ભુતપુર્વ રાષ્ટ્ર્પતિ અને વિખ્યાત અણુવિજ્ઞાની ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે પણ આ કરારને દેશના હિતમાં અને દેશ માટે અત્યંત લાભ દાયક છે એવો મત જાહેરમાં પ્રગટ કર્યો છે.

હવે આટલા ફાયદા થતા હોય અને નુકસાન કશુંજ ન હોય તો આટલો બધો વિરોધ શા માટે. ભુતપુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી જ્યારે ટેક્નોલોજી અને કમ્પ્યુટર યુગની શરૂઆત કરવા માટે મક્કમ હતા ત્યારે એમનો પણ આટલો જ વિરોધ થયો હતો. પણ એના ફાયદા અત્યારે જોઇ શકાય છે. એમ પરમાણુ કરારને માટે ભલે આટલો બધો વિરોધ થતો હોય પણ અત્યારે આપણને સ્વ.રાજીવ ગાંધીની જેટલી ખોટ પડી રહી એટલી જ ખોટ આવનાર પેઢીને મનમિહન સિંહની પડશે એ નિશ્ચીત છે.

8.7.08

સામ માણેકશાઃઆર્મીના સુવર્ણયુગનો અંત.

'અ ફીલ્ડ માર્શલ નેવર રિટાયર્સ!', સામ હોરમસજી ફ્રકમજી જમશેદજી માણેકશાના આ શબ્દો સદાકાળ માટે ફીલ્ડ માર્શલને જીવંત રાખતા ગયા. માણેકશાનો જન્મ ૩ જી એપ્રીલ ૧૯૧૪ના રોજ અમૂતસરમાં થયો હતો. તમને નવાઇ લાગશે એક પારસી કુટુંબમાં જેમનો જન્મ થયો, જેમના વડદાદા ગુજરાતના વલસાડ અને પાછળથી મુંબઇ રેહતા હતા એનો

મોતનો મલાજો પણ ન જળવાયો ...

માણેકશાના અવસાનના સમાચાર સાંભળી આમજનતા પણ દુઃખ વ્યકત કરતી હતી. લશ્કરી શિસ્ત, સહજ સ્વભાવ અને વિશાળ વ્યક્તિત્વના કારણેએ હંમેશા લોકપ્રિય રહયા. ૧૯૭૧ની ઘટના પ્રસંગે ભરચોમાસે લશ્કરી કારવાઇ માટેના રાજકીય દબાણનો એમણે મક્કમતાથી સામનો કર્યો. પોતાની આગવી આવડતના કારણે માત્ર ૧૫ દિવસમાં પાકિસ્તાની સેનાને પરાસ્ત કરી. સેનાપતિ કૌલ સાથેની અથડામણના કારણે એમની સામે ખાતાકીય તપાસ પણ ચલાવાય હતી. એમની સામે એક વખત તો રાષ્ટ્રદ્રોહનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો, પણ દરેક વખત માણેકશા અણીશુધ્ધ પુરવાર થયા. આવા વીર પુરુષની અંતિમયાત્રામાં સંરક્ષણપ્રધાન એ.કે.એન્ટોની ગેરહાજર રહ્યા, અને આનાથીએ શરમજનક વાતતો એ છે કે ભારતની ત્રણેય પાંખના વડા પણ ગેરહાજર રહ્યા. જે લશ્કરી દળની આંતરીક ખટપટોનું દર્શન કરાવે છે

જન્મ અમૂતસરમાં કેમ? આના પાછળ હકીકત એમ છે કે માણેકશાના પિતા વ્યવસાયે ડોક્ટર હતા, મુંબઇમાં એમની પ્રેક્ટિસ બરાબર જામી નહીં માટે ૧૮૯૯માં એમના લગ્ન બાદ વધુ પ્રગતી માટે તેઓ પંજાબના લાહોર શહેરમાં સ્થાયી થવા નીકળ્યા પરંતુ તે સમયે ટ્રેનની મુસાફરી ખુબ લાંબી, ૪-૫ દિવસની હતી, આવામાં માણેકશાનાં માતા મુસાફરીમાં એવા કંટાળી ગયા કે તેમણે રસ્તામાં અમૂતસર ઉતરી જવાનુ નક્કી કર્યુ, પત્નીની વાતે સહમત થઇ તેઓ લાહોરને બદલે અમૂતસરમાં જ રહી પડયા.

માણેકશાનુ શાળાનુ શિક્ષણ અમૂતસરમાં થયેલુ અને ત્યાર બાદ તે નૈનીતાલમાં ભણ્યા. ૧૮ વર્ષની ઉંમરે એટ્લેકે ૧૯૩૨માં તેઓ ઇન્ડીયન મિલીટરી અકાદમીમાં(IMA) ભણવા દેહરાદુન ગયા. યાદ રહે કે માણેકશા જ્યારે ભણતા હતા ત્યારે બ્રિટિશરો આપણા પર રાજ કરતા હતા. ત્યાંથી તાલીમ લીધા પછી તરતજ ૪ ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ એમને બ્રિટિશ ઇનફન્ટ્રી બટાલિયનમાં સ્થાન મળ્યુ. ૧૯૩૭માં બ્રિટિશરો માટેના યોધ્ધા બન્યા પછી લાહોરના એક પ્રસંગમાં સીલુ બોડે નામની દેખાવડી યુવતી સાથે પરિચય થયો અને પરિચય પ્રેમમાં પરિણમ્યો અને ૧૯૩૯માં ૨૫ વર્ષની વયે જ લગ્ન કર્યા. લગ્ન બાદ બીજા વિશ્વયુધ્ધમાં પત્નીથી વિરહ કરીને બર્માને મોરચે જપાન સામે લડવા ગયા, માણેકશાનાં વિરહના એહસાસે બીજા સૈનિકોને ફાયદો કરાવી આપ્યો, આઝાદી બાદ જ્યારે સૈનિકોને મોરચે જવાનુ હોય ત્યારે વિરહભથ્થુ મળે એવી વ્યવસ્થા કરાવી હતી. ૬ જુન ૧૯૬૯ના રોજ માણેકશા ચીફ ઓફ આર્મી બન્યા.

ઇન્ડીયન મિલીટરી અકાદમીમાં એમના એક મિત્ર હતા યાહ્યા ખાન. ૧૯૪૭ સુધી બ્રિટિશ આર્મીમાં બન્ને સાથે હતા, જેઓ ભાગલા બાદ પાકિસ્તાન જતા રહયા હતા. જોગાનુજોગ ભારત પાકિસ્તાન યુધ્ધ વખતે માણેકશા અને યાહ્યા ખાન પોત-પોતાના દેશની આર્મીમાં વડા હતા. ૧૯૭૧ના યુધ્ધ સમયે માણેકશાએ પોતાના જુનીયરને યુધ્ધની રનનીતિ ઘડવાની જવાબદારી સોંપી, માણેકશાનુ માનવુ હતુ કે યાહ્યા ખાન એમના એટલા સારા મિત્ર હતા કે એમને ખબર હશે કે માણેકશા શું રણનિતિ બનાવશે. આખરે માણેકશા એમની રણનિતિમાં સફળ થયા અને ભારતનો વિજય થયો.

માણેકશા મુળ પારસી હતા અને કદાચ જ કોઇ પારસી રમુજ સ્વભાવનો ના હોય, તેઓ મોસ્કો ગયા હતા ત્યારે ભારતની એલચી કચેરીએ એમને બે શબ્દો બોલવા કહ્યું, માણેકશા બોલ્યાઃ સદહગૂહસ્થો, મને વાતો કરતા આવડતી નથી. મારા દેશમાં હું ઓછામાં ઓછુ બોલુ છુ. બોલવાનુ કામ મારા દેશમાં બે મહિલા કરે છે અને મારે તે સાંભળવી પડે છે. આમાની એક મહિલા છે વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધી અને બીજી મહિલા છે શ્રીમતિ સીલુ, જે મારી પત્ની છે ! આના થી વધારે એમને બે પુત્રી હતી એકનુ નામ શેરી અને બીજીનુ નામ માજા. શેરીના પતિની અટક બાટલીવાલા હતી અને માજાના પતિની અટક દારૂવાલા અને જ્યારે શેરીને પુત્રી જન્મી ત્યારે માણેકશાએ એનું નામ બ્રાન્ડી રાખ્યું ! અને ઘણી વખત તેઓ પુત્રી-જમાઇને બહુ ચીડવતા, આમ પારિવારીક જીવનમાં પણ એ ખુબ રમુજી સ્વભાવના હતા.

માણેકશા ફોજમાં હતા તેથી જીવનમાં નૈતીકતા અને અનુશાસનમાં ખુબ માનતા હતા. ભારતીય સૈનિકો જ્યારે પશ્ચિમ પાકિસ્તાનને મોરચે જતા હતા ત્યારે માણેકશાની એક શીખામણ સૈનિકોને છાપીને આપવામાં આવી હતીઃ મારા જવાનો, પાકિસ્તાનના પ્રદેશોની સ્ત્રીઓ અત્યંત સ્વરૂપવાન હોય છે, પણ એમને જુઓ ત્યારે તમારા બન્ને હાથ તથા હૈયાને સજ્જ્ડ રીતે કબુમાં રાખજો અને સામ માણેકશાની ઈજ્જતને યાદ રાખ્જો... સાથે તેઓ આત્મીય અને સરડ સ્વભાવના પણ હતા. પાકિસ્તાનને એના ઘરમાં જઇને હરાવી અને ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોને કેદ કરી વિજયનો શ્રેય પણ માણેકશા એ પુર્વ ભારતના લશ્કરી વડા લેફટનટ જનરલ જગજીતસિંહ અરોરાને આપ્યો હતો એટલુ જ નહિં ૯૩,૦૦૦ કેદી સૈનિકો સાથે સદગૂહસ્થની જેમ વર્તાવ કરવો એવો હુકમ માણેકશાએ લશ્કરને કરેલો. જે સૈનિકો પાછળ ભારતે કરોડો રૂપયા ખર્ચ કરવો પડેલો.

ફોજમાં ગોરખા સૈનિકોએ એમને સામ બહાદુર નું બિરુદ આપ્યુ હતુ. દેહરાદુનમાં આઠમી ગોરખા રેજિમેન્ટની છાવણીમાં સામ બહાદુર નામનો એક રૂમ છે, જેમા માણેકશાને મળેલા તમામ મેડલો અને એમની ઇત્યાદિ વસ્તુઓ ત્યા પડી છે, માણેકશા એ વિશે કેહતાઃ કે માત્ર મારી ફીલ્ડ માર્શલની બેટન અને તલવાર જ મે રાખ્યા છે. માણેકશાને ૧૯૭૨માં પદ્મ વિભુષણથી પણ નવાજાયા હતા. અને ૧૯૭૩માં ૨૬ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન ઇંદીરા ગાંધીએ માણેકશાને ફીલ્ડ માર્શલનું બિરુદ આપવાનુ નક્કી કર્યુ.

આમ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા માણેકશા એમના નિવૂત જીવનમાં હંમેશા કેહતા કે ફોજમાંથી મને મચ અફેકશન, મચ સેટિસ્ફેકશન મળ્યા છે. ભ્રષ્ટ નથી એવા માણસો સાથે કામ કરવાનો બેહિસાબ સંતોષ મળ્યો છે. જિંદગી ફરીથી શરૂ કરવી પડે તો પણ હું આવી સૈનિકની જિંદગી જ જીવીશ. બીમાર પડયા ત્યારે ભુતપુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે સૈન્યના ડૉકટરોને કહેલુ કે પ્લીઝ, આમની સારવાર બરાબર કરજો, ભારત પાસે એકજ ફીલ્ડ માર્શલ છે!