(રવીવાર સારો રહ્યો એ માટે સોની ટીવીનો આભાર, ઘણા સમયથી ચક દે! ઈન્ડીયા જોવુ હતુ ઘરે બેઠા જોવા મળ્યુ. ઝકાસ મુવી બનાવ્યુ છે, ચક દે! ટીમ ને અભિનંદન.)
ભારતીય હોકી ટીમને પણ એક કબીર ખાનની જરૂર છે, ભારતની રાષ્ટ્રીય રમતનો દરજ્જો મેળવેલ હોકી આવનાર ઓગષ્ટ મહીનામા યોજાનાર ઓલોમ્પીક માંથી ડીસક્વોલીફાઈડ થઈ ગઈ એ ખુબજ દુઃખદ વાત છે, પરંતુ એનાથી દુઃખદ વાત ઘણા ભારતીયો આનાથી પરિચીત નથી. આજ કાલ ભારતમા વધતી જતી ક્રિકેટની લોકપ્રીયતા અને હોકીની થતી અવગણના જોતા તો એમજ લાગે છે કે આવનાર દિવસો મા ક્રિકેટને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળી જશે, મારે ક્રિકેટને લઈને કઈ વિરોધ નથી પરંતુ હોકીને માટે પ્રેમ ચોક્કસ છે, ભારતમા ક્રિકેટરોને જેટલુ માન સમ્માન મળે છે એનાથી અડધુ પણ હોકીના ખેલાડીઓ ને નથી મળતુ, ક્રિકેટરોને માન મળે તેઓ લાયક પણ છે, પરંતુ હોકીના ખેલાડીઓ સાથે થતુ અડખામણું ર્વતન આંખમા કણની જેમ ખુચે છે, ભારતમા હોકીના ગ્રાઊન્ડની કમી, ખેલાડીઓને મળવા પાત્ર સુવિધાઓની કમી, ક્રિકેટ ટીમ જીતીને આવે તો લાખો રૂપિયાની લ્હાણી અને હોકી ટીમ ને ?
ભારતમા ક્રિકેટની લોકપ્રીયતા એ જનતાનો વિષય છે, હોકી જોવી ના પણ ગમે. પરંતુ સરકાર તો પોતાની જવાબદારીથી મોઢુ ના ફેરવી શકેને ? ક્રિકેટની સામાન્ય બાબત પણ સરકારની ચિંતાનો વિષય બની જાય છે અને હોકી ઓલોમ્પીક માંથી ડીસક્વોલીફાઈડ થઈ તો પણ એના કારણો તપાસવની કોઈને દરકાર છે ? ઊપરથી નેતાઓ રાજકીય આક્ષેપબાજી માંથી બહાર નથી આવતા, ગીલે રાજીનામુ આપવુ જોઈએ, ખેલ મંત્રી જવાબદાર છે...ભારતની રાષ્ટ્રીય રમતની લાજ બચાવવી હશે તો કાંતો એક ખેલપ્રીય સરકારની જરૂર છે કાંતો એક કબીર ખાનની, મળ્યું તો ચક દે! ઈન્ડીયા, નહીતો હોકી ને અંધકારમાં ધકેલાતી બચાવવી મુશકેલ છે.