4.12.08

જુઓને કેટલાં સહનશીલ !

ભારતમાં અવારનવાર થતા આતંકવાદી હુમલા સામે દેશના નેતાઓનુ કુણુ વલણ ખરેખર આશ્ચર્ય જગાડે છે, છેલ્લા થોડા દિવસોથી એવા ભણકારા થઇ રહ્યા છે કે આતંકવાદને નાથવા આપણા તરફથી કોઇ પગલા ભરાશે. ખૈર, એતો આવનાર સમય બતાવશે પરંતુ અત્યાર સુધી દેશમાં થયેલા હુમલા માટે ઉદાસીનતા દાખવનાર તમામને કૃષ્ણ દવેનો જોરદાર કટાક્ષ. 

શું ફેર પડે છે !

પાંચ, પચીસ, પચાસ કે પાંચસો !

આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
જુઓને કેટલાં સહનશીલ !


એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ -
તે ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!

- કૃષ્ણ દવે

3 comments:

Mukesh said...

જુઓને કેટલાં સહનશીલ !
એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ -
તે
ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!
બહુ સુંદર…આપણા દેશના નેતાઓની સહનશક્તિ ને ધન્યવાદ…
‘મુકેશ’

Anonymous said...

શું ફેર પડે છે !…
આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
જુઓને કેટલાં સહનશીલ !
એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ…
સરસ કટાક્ષ છે આપણા નેતાઓ ઉપર!

Sachin Agarwal said...

Please add an indian languages readers support to your blog. So that people like me who do not know Gujrati languages can also read it.
regards,

sachin agarwal
blogs at
www.openxcess.blogspot.com