21.5.08

બધા મુસલમાન આતંકવાદી નથી હોતા.

મિત્રો,

આ પહેલા પણ આપણે બીજે ઘેર એટલે કે અન્ય બ્લોગ કે સાઈટ પર હિન્દીમાં લેખ લખેલ છે જેમાં આપ સૌનો ખુબ સાથ-સહકાર મળેલ છે. ભારતમાં વધતી જતી આતંકવાદી ઘટના સાથે દેશમાં બે કોમ વચ્ચે ઝેર અને વૈમનસ્ય પણ ફેલાય રહ્યુ છે, જે પણ ખુબ જ ગંભીર વિષય છે. આ પરિસ્થિતીથી બચવા મોટા મંચ પર ચર્ચા થાય તે ખુબ જરૂરી છે. મારા લેખ ને NDTVखबर.com પર સ્થાન મળેલ છે, જ્યાં आतंकियों का मजहब ! નામ થી હું એ એક લેખ પ્રસિધ્ધ કર્યો છે, આની પ્રતિક્રિયા અહીયા આપવા વિનંતી છે.

14.5.08

બુશનો બફાટ બરાબર છે ?

આખી દુનિયામાં જેની વાતનું વજન પડતુ હોય એવી વ્યક્તિ બફાટ કરે તો એનો વિવાદ વકરે એમાં નવાઈ નહી. જ્યોર્જ બુશ અત્યાર સુધી એટલા વિવાદાસ્પદ રહયા છે કે એમના વિવાદો પર આખો ઉપન્યાસ લખાય જાય. હાલમાં જ બુશે વધુ એક વિવાદ છેડ્યો છે. જેની ખુબ ટીકા પણ થઈ છે, પણ બુશની ટીકા કરવી એટલે અડિયલ ટટ્ટુને ચાબુક મારવા જેવુ છે કોઈ ફાયદો ન થાય અને આપણા હાથ દુઃખી જાય.


અમેરિકન ચાર વ્યક્તિના પરિવારનો સરેરાશ ખોરાક અઠવાડિયા દરમ્યાન આટલો હોય છેઃ એક સર્વે.

ભારત અને ચીનનાં મધ્યમ વર્ગનાં લોકોની રહેણી-કરણી સુધરી છે અને સમૃધ્ધિ વધી છે માટે તેઓ પેહલાના પ્રમાણમાં વધારે ખોરાક લેતા થયા છે જેના કારણે ભારત અને ચીનમાંથી અનાજની નિકાસ અટકી ગઈ છે જેથી આખી દુનિયામાં અનાજની અછત અને મોંઘવારી વર્તાય રહી છે. આ કારણ બુશ અને એમના વરિષ્ઠ પ્રધાન કોન્ડોલિસા રાઈસે દુનિયામાં અનાજની તંગી માટે આપ્યુ છે.

આઝાદીના 38 વર્ષ એટલે કે 1985 સુધી ભારતે અમેરિકા અને અન્ય દેશોમાંથી જહાજો ભરી અનાજ આયાત કરવુ પડતું હતું, પરંતુ સમય બદલાતા પરિસ્થિતી પણ બદલાઈ છે હાલમાં અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી છે, આજે આપણે અનાજ નિકાસ કરીએ છીએ. દુનિયાના અનાજભંડારમાં આપણે વધારો કરીએ છીએ માટે ભારતના કારણે અનાજની તંગી ઉભી થઈ હોય એ વાત ખોટી છે. હા! આપણો વપરાશ વધ્યો છે એ વાત સાચી છે પણ સામે ભુખમરાનું પ્રમાણ પણ ઘટ્યું છે જે આપણા માટે ગર્વની વાત છે. આપણા દેશનો ઉદ્દેશ પણ એજ છે કે ભુખમરાનું પ્રમણ ઘટે અને દેશના દરેક નાગરીકને પેટ ભરીને જમવા મળે.

આપણે ત્યાં અમેરિકા જેવુ થોડુ છે, અમેરિકામાં બળતણ બનાવવાં માટે જથ્થાબંધ અનાજ વાપરી નાખવામાં આવે છે એનાથી પણ વિચિત્રતો એ છે કે દારૂની એક બોટલ બનાવવા માટે છ(6) માણસના ખોરાક જેટલુ અનાજ બગાડવું પડે છે છતાં પણ ત્યાં દારૂનો વપરાશ વધતો જાય છે. 1996 થી અનાજનું ઉત્પાદન સ્થગિત થઈ ગયુ છે એની ચેતવણી પણ યુનોએ વારંવાર આપી છે.

બુશસાહેબ એ સમય ગયો જ્યારે અનાજના જહાજો ભારતામાં આવતા ત્યારે એમ કેહવાતું કે From Ship to Stomach, હવે તો ભારતીયો જમશે અને જમાડશે પણ ખરા.