17.3.08

લડાઇઃ અસ્મીતાની કે અસ્તીત્વની ?

અત્યાર સુધી નરેન્દ્ર મોદી આમા ફ્સાયેલા હતા અને હવે રાજ ઠાકરે ફસાયા છે, "મને ગુજરાતનું ઘેલુ લાગ્યુ છે, ગુજરાત માટે મારી જાત ઘસવા આવ્યો છું", આવી વાતો બહુ થઇ. ગુજરાતમાં પાછલા દિવસોમા જે કંઇ પણ બન્યુ તે દેશ-દુનીયાએ જોયુ-જાણ્યુ, એની ખુબ આલોચના પણ થઇ, ગુજરાત બદનામ પણ થયુ, પરંતુ આને ગુજરાતની અસ્મીતા બચાવવાનું સુંદર નામ આપી દેવામા આવ્યુ. જનતા નરેન્દ્ર મોદી સાથે છે માટે કંઇ પણ કહેવુ અયોગ્ય લાગશે. હવે આમ જ કંઇ રાજ ઠાકરે મહારાષ્ટૂની અસ્મીતા બચાવવા કરી રહ્યા છે, પોતાનુ રાજકીય અસ્તીત્વ ટકાવી રાખવા ઉત્તર ભારતીયો ને નીશાન બનાવાયા છે. રાજ ઠાકરેએ જેની આંગળી પકડી રાજકાણમાં પગ મુક્યો છે એમની માનસીક પરીસ્થીતી પણ આવા જ વિચારોથી ઘેરાયેલી છે. બાલ ઠાકરેએ પણ ભુતકાળમાં પોતાનુ રાજકીય કદ વધારવા આવા જ પ્રયાશો કરેલા, આ લડાઇ અસ્મીતા બચાવવા કરતા અસ્તીત્વ બચાવવાની વધારે લાગે છે. રાજકારણમાં આવી વાતોને સ્થાન નથી પરંતુ સામાજીક જીવનમા જરૂર છે.
મારા એક મિત્ર છે, આમતો એ બીહારી છે પરંતુ ઘણા લાંબા સમયથી ગુજરાતમા વસવાટ કરે છે, ગુજરાતના રમખાણોને લઇને એ હંમેશા લઘુમતી કોમ ની વિરુધ્ધ રેહતા, નરેન્દ્ર મોદી પર લગાવાયેલા આરોપોને નજરઅંદાજ કરીને હંમેશા મોદી ના પક્ષ મા રહેતા, પરંતુ હાલમાં જ એમને પોતે ભારતીય હોવાનો એહસાસ થયો. મહારાષ્ટૂનાં પગલે એમના મનમા જે ઝેર હતુ એ નીકળી ગયુ, ગુજરાતમાં બનેલી ઘટનાઓ ની નીંદા પણ કરવા લાગ્યા, ભલે એ ઉત્તર ભારતીયોની સહાનુભુતી રૂપે હોય, પરંતુ એ પણ આવા જ રાજકીય વિચારોથી ઘવાયેલા હતા માટે જ ગુજરાતી કે બીહારી મટી ભારતીય થયા છે.
અસ્મીતાનાં નામે અસ્તીત્વની લડાઇ તો રાજકારણીઓ નું હથીયાર છે પરંતુ એનો ભોગ હંમેશા સામાન્ય લોકો બનતા હોય છે, રાજ્યોની અસ્મીતા બચાવવાના ચક્કરમાં ભારતની અસ્મીતાનુ શું ? ભારત "વિવિધતામાં એક્તા" થીજ સુંદર લાગે છે. કોઈ વ્યકતી વિશેષનાં અસ્તીત્વ કરતા ભારતની અસ્મીતાનું વધું મહત્વ છે. પ્રાંતવાદ કે જાતીવાદ કોઈ એક વ્યક્તિ વિશેષને જ ફાયદા કારક હોય છે, કયારેય કોઈ પ્રાંત કે જાતી ને નહી. ભલે જનતાએ નરેન્દ્ર મોદીમાં એક કુશળ નેતૃત્વ જોઈ ચુંટણીમાં સાથ આપ્યો હોય પરંતુ ગુજરાત કે મહારાષ્ટૂમાં પોતાનું રાજકીય અસ્તીત્વ બચાવવા માટે અસ્મીતાનો ચોલો ઓઢેલ દંભી ચેહરાને સાથ ના આપવો જોઈએ. આમ જો પ્રાંતવાદના રોગ થી બચવુ હશે તો દરેક નાગરીકે ભારતીય બનવુ પડશે.

10 comments:

Unknown said...

Hey Bro this is Sapan.
What a great writing by you!! I agree with you. Keep working on it, we may see our Gujrat as u wanna see!! Carry on dude!!

Unknown said...

hey... tame bhale aa sari vat lakhi vicharo to che pan nathi lagatu ke narendramodi ne keva pela tame je saruat kari che avu kai ne ke hu gujarati chu... gujarat mate garv che to kem avu na lakhayu ke hu bharatiy chu ane anu mane gaurav che.... hehe... vicharo saras che pan aply pela potana upper karva pade..hehe... well i really like your blog and keep it up country really need a person like u... dont thing ke tara lakhavani against chu but think over it wat i said..

Prabin Barot said...

ગૌરવ ભાઈ
લાગે છે કે તમે અધુરુ વાંચ્યુ છે..આખુ એ જગ લાગે પ્યારુ, વાત ભાગલા પાડવાની ની નથી, અને ગુજરતી હોવાનુ ગૌરવ તો છેજ કેમકે ભારત રાજ્યના સમુહનો બનેલો ભવ્ય દેશ છે, ભારતની એકતા અને અખંદીત્તા જાડવી ગુજરતી હોવાનુ ગૌરવ તમે નરેન્દ્ર મોદી બધાએ લેવુ જોઈએ.
આભાર

Unknown said...

u r right that is wat u are saying again.... hu aj kau chu kem gujarati hovanu gaurav hovu joia pela bhartiy hovanu ane pachi gujarati hovanu... kem ke bharat thi gujarat odkhay che gujarat thi bharat nai.

Prabin Barot said...

ગૌરવ ભાઈ
આજ માનસીક્તા માંથી બહાર આવવાની જરૂર છે, શા માટે તમે ભારત અને ગુજરાત ને અલગ નજરીયાથી જોવો છો, તમારો પુત્ર આપોઆપ જ તમારા પીતાનો પ્રપુત્ર કહેવાશે એની રૂપરેખ આપવાની જરૂર નહી પડે. ગુજરાતી હોવાનો ગૌરવ લેવાનો વિવાદ ના હોય.
આભાર

दिलीप सिंह said...

saras lakho cho prabin bhai tame to amne vicharta kari didah hu jarur thi tamara vicharo narendr modi sudhi phochadis.....

Unknown said...

vach nar ni mansikta badalta pela lakha nare badalvi padase.... well forget it... bija blog ni rah joia che.... kyare lakho cho...

Anonymous said...

Good and excellent work....I think everyone needs to know this!!!!

विवेक सिंह said...

अच्छा लिख लेते हो ,,मगर तुमने अपने एक ब्लोग मैं एक बिहारी मित्र का जिक्र किया है शायद मैं वो हूँ ,मगर एक बात बतानी थी तुम्हे मेरे मन मैं भारतीय होने का भाव उस समय उत्पन्न नहीं हुआ जब मुम्बई मैं राज थाक्क्रे ने उत्तर भारतीय कई साथ सौतेला व्यह्व्हार दिखाया ,,राष्ट्र भावना सिर्फ श्रनिक भाव नहीं है की कभी भी उभर आये यह हमारी रगों मैं बस चूका है और इस मिटटी से हमरे अस्तित्व को कोई हमसे जुदा कर सके इतनी बिसात नहीं है किसी की,, राज ठाकरे और बाल ठाकरे जैसे लोग तो सिर्फ हवा का एक झोंका हैं ,,वैसे भी भारत अब्ब तक अपने जय्चंदो से न जाने कितनी बार घायल हो चूका है ,फिर भी कुछ बात ऐसी है हममे की पहचान मिटटी नहीं हमारी

Anonymous said...

nice observation

this minute feelings
works and ppl. can be an
Indian first....